અમદાવાદ,ગુરુવાર,30 મે,2024
બોગસ સ્પોન્સરશીપના આધારે અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી
મેળવવાનો આક્ષેપ ધરાવતા નવ અધિકારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ડસ્ટ્રીયલ
રીલેશન વિભાગ તરફથી સાત દિવસમાં બચાવનામુ રજૂ કરવા નોટિસ ફટકારી છે. નવ
અધિકારીઓમાં ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર ઉપરાંત છ સ્ટેશન ઓફિસરનો સમાવેશ થાય છે.ત્રણ
વર્ષથી ડિવિઝનલ ફાયર ઓફિસરના પ્રોબેશન પિરીયડમાં તેમની સામે ચાલતી વિજિલન્સ તપાસ
પુરી થઈ જતા આઈ.આર.વિભાગ તરફથી ત્રણ ડિવીઝનલ ફાયર ઓફિસર સહિત તમામ નવ ફાયરના અધિકારીઓને
બચાવનામુ રજૂ કરવા અંતિમ નોટિસ અપાઈ છે.દરમિયાન વિપક્ષે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર
સામે પણ કાર્યવાહી કરવા મ્યુનિ.કમિશનર સમક્ષ માંગ કરી છે.
મોદીનબોગસ સ્પોન્સરશીપના આધારે અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી
મેળવવાના આરોપસર ફાયર વિભાગના નવ અધિકારીઓ સામે ચાલતી વિજિલન્સ તપાસ બાદ આ તમામ
અધિકારીઓને તેમનુ બચાવનામુ એક સપ્તાહમાં રજૂ કરવા નોટિસ અપાઈ છે.જે અધિકારીઓને
નોટિસ અપાઈ છે તેમાં ડિવીઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજા, કૈઝાદ દસ્તૂર ઉપરાંત ઈનાયત શેખનો સમાવેશ થાય છે.ઉપરાંત
સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિરુધ્ધ ગઢવી, અભિજિત ગઢવી,
મેહુલ ગઢવી, શુભમ
ખડીયા તથા સુધીર ગઢવી તેમજ અભિજિત ગઢવીનો સમાવેશ થાય છે.અભિજિત ગઢવી હાલ રીજીનલ
ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે.તમામ તરફથી બચાવનામુ મળ્યા બાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના ઈન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તરફથી અંતિમ હુકમ માટે મ્યુનિસિપલ
કમિશનરની મંજૂરી માંગવામા આવશે.અમદાવાદ મ્યુનિ.દ્વારા ફાયર એન.ઓ.સી. નહિં ધરાવતા
કે રીન્યુ નહિ કરાવનારા એકમને સીલ કરવામા આવે છે એ બાબતને લઈ વિપક્ષ તરફથી
મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.વિપક્ષનેતાએ આ ઝૂંબેશ બે-ચાર દિવસ
માટે નહિં પરંતુ નિયમિત ધોરણે લોકોની સુરક્ષાને ધ્યાનમા રાખી કરવાની માંગ સાથે
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જે એન ખડીયા જેમને રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સીટના
સભ્ય બનાવવામા આવ્યા છે એમની સામે વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કાર્યવાહી કરવા માંગ
કરી હતી.