સિક્યુરીટી પ્રોટોકોલ અમલી હોવા છતાં આ બન્યું, જોકે વ્હાઇટ હાઉસને તો કોઈ નુકસાન થયું નથી રાત્રે સાડા દસે ડ્રાઈવરની ઓળખ નથી થઈ
વોશિંગ્ટન: શનિવારે રાત્રે ૧૦.૩૦ કલાકે પ્રમુખનાં સત્તાવાર નિવાસ સ્થાન ‘વ્હાઇટ હાઉસ’ના બહારનાં પ્રવેશદ્વારના (ઝાંપા)ના દરવાજા સાથે અચાનક મોટર ભટકાતાં હડકંપ મચી ગઈ હતી. સિક્યુરીટીનો સ્પષ્ટ પ્રોટોકોલ અમલી હોવા છતાં આ ઘટના બનતા થોડી અફડા-તફડી તો થાય જ તે સહજ છે. પરંતુ પ્રમુખના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસને કોઈ નુકસાન થાય તેમ ન હતું કારણ કે તે તો બહારના ઝાંપાથી ઘણું દૂર છે. આમ છતાં સલામતી પ્રોટોકોલ તૂટયો તે યોગ્ય તો કહેવાય જ નહીં તેમ પોલીસે અધિકારીઓનું પણ કહેવું છે.
મોટર એક પુરૂષ ચલાવતો હતો. તેની ઓળખ હજી થઈ શકી નથી. જોકે આ ઘટના પાછળ કોઈ રાજકીય દ્રષ્ટિકોણ હોવાની વાત જ પોલીસે મૂળમાંથી દૂર કરી નાખી હતી, અને સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, આ વાસ્તવમાં અન્ય ટ્રાફિક ઘટના જેવી જ એક ઘટના છે.
વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ફીફીન્ય સ્ટ્રીટ અને પેન્સીલવાનિયા એવન્યુ (NW) ના ઈન્ટર સેકશન ઉપરની સિક્યુરીટી બેરિયર તોડી મોટર સીધી વ્હાઇટ હાઉસના ઝાંપા સાથે અથડાઈ હતી.
મેટ્રોપોલિટન પોલીસ ડીપાર્ટમેન્ટનું ‘મેજર ક્રેશ યુનિટ’માં ઘટના વિષે વધુ તપાસ કરી રહ્યું છે. સીક્રેટ સર્વિસ આ ઘટના પાછળ કોઈ સાજીશ હોવાની શક્યતા મૂળમાંથી નકારી કાઢે છે.