વડોદરા,કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ શો દરમિયાન વિરોધ પ્રદર્શન કરે તેવા ૨૬ લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. જ્યારે છ લોકોને નજરકેદ કરાયા હતા.
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ શો દરમિયાન ક્ષત્રિય આગેવાનો વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા હોવાથી પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. શહેરના ચાર ઝોન વિસ્તારમાં ચાર ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ઝોન – ૧ માં ગોરવા પોલીસ સ્ટેશનમાં ૧૫ અને લક્ષ્મીપુરામાં ૫ ને ડિટેન કરવામાં આવ્યા હતા. જ્યારે ઝોન – ૩ માં છ લોકોને ડિટેન કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમજ એક વ્યક્તિને નજર કેદ કરાયા હતા.જ્યારે ઝોન – ૪ માં પાંચ લોકોને નજર કેદ રખાયા હતા. જ્યારે ઝોન – ૨ વિસ્તારમાં એકપણ વ્યક્તિને નજરકેદ કે ડિટેન કરાયા નથી.