વડોદરાઃ રણોલી વિસ્તારમાં આશરો આપનાર કાકાના મકાનમાં જ ધાપ મારીને ફરાર થઇ ગયેલો ભત્રીજો ૧૭ વર્ષ બાદ પકડાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,જૂનાગઢ તળેટીમાં આનંદ આશ્રમ વિસ્તારમાં રહેતા મિથુન મહેન્દ્રભાઇ પટેલના પિતાનું અવસાન થતાં રણોલી વિસ્તારમાં રહેતા કાકાએ તેને આશરો આપ્યો હતો.પરંતુ જૂલાઇ-૨૦૧૭માં તે કાકાની ગેરહાજરીમાં ગાદલા નીચેથી તિજોરીની ચાવી કાઢી રોકડા રૃ.૧૫ હજાર અને દાગીના મળી કુલ રૃ.૧.૩૫લાખની મત્તા ચોરી ગયો હતો.

આ  બનાવ બાદ પોલીસ તેને શોધી રહી હતી.પરંતુ પત્તો મળતો નહતો.હાલમાં તે વડોદરાના આરવી દેસાઇ રોડ વિસ્તારના મકાનમાં રહેવા આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી જયરત્ન બિલ્ડિંગ પાસેથી તેને ઝડપી પાડયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *