IPL 2024: આઈપીએલ 2024ના 27માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 147 રન બનાવ્યા. 148 રનના ટાર્ગેટને હાંસલ કરવામાં પંજાબ કિંગ્સના બોલરોએ રાજસ્થાનના બેટ્સમેનોને હંફાવી દીધા હતા પરંતુ શિમરમ હેટમાયરે બાજી પલટી અને છેલ્લી ઓવરમાં એક બોલ બાકી રહેતા રૉયલ્સને જીત અપાવી દીધી.
આ રાજસ્થાન રૉયલ્સની આ સીઝનની 5મી જીત છે અને તેઓ 10 પોઈન્ટ સાથે મજબૂતીથી પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર છે. પંજાબ કિંગ્સની હાર બાદ પણ તે પોતાના 8માં સ્થાનથી પાછળ ખસી નથી.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પંજાબ કિંગ્સને પહેલા બેટિંગ આપી હતી. શિખર ધવનની ગેરહાજરીમાં સંજૂ સેમસન પંજાબ કિંગ્સની કમાન સંભાળી રહ્યા હતા.