IPL 2024: આઈપીએલ 2024ના 28માં મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું છે. લખનઉએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટ પર 161 રન બનાવ્યા હતા, પરંતુ કોલકાતાના સૉલ્ટે 47 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 89 રનની ઈનિંગ રમી. જેને લઈને 15.4 ઓવરમાં બે વિકેટ પર 162 રન બનાવીને કોલકાતાએ જીત હાંસલ કરી લીધી. કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યર 38 બોલ પર 38 રન બનાવીને અણનમ રહ્યા હતા. જણાવી દઈએ કે, લખનઉ સામે કોલકાતાની આ પહેલી જીત છે.

લખનઉ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 45 રન બનાવ્યા. તેમણે 32 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી આ ઈનિંગ રમી. પૂરન સિવાય કેપ્ટન કે.એલ. રાહુલે 27 બોલમાં 39 રનની ઇનિંગ રમી. આ બે બેટ્સમેનો સિવાય કોઈ ખેલાડીએ સારું પ્રદર્શન ન કર્યું.

કોલકાતા તરફથી બોલિંગમાં મિચેલ સ્ટાર્કે જબરદસ્ત બોલિંગ કરી. તેમણે 4 ઓવરમાં સ્પેલમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી. સ્ટાર્ક સિવાય રસેલ, ચક્રવર્તી, નરેન અને વૈભવ અરોરાને 1-1 વિકેટ મળી. આંદ્રે રસેલે 1 ઓવર ફેંકી. જેમાં તેમણે 16 રન આપીને 1 વિકેટ ઝડપી.

જણાવી દઈએ કે, ઈડન ગાર્ડન્સમાં છેલ્લી 8 મેચોમાં આ 7મી વખત છે જ્યારે ટૉસ જીતનારી ટીમે પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે લખનઉની ટીમમાં બે ફેરફાર થયા હતા. કોલકાતામાં રિંકૂ સિંહની જગ્યાએ હર્ષિત રાણાની વાપસી થઈ, તો લખનઉમાં દેવદત્ત પડિકલ અને નવીન ઉલ હકની જગ્યાએ દીપક હુડ્ડા અને શમાર જોસેફને સામેલ કરાયા. વેસ્ટઈન્ડિઝના બોલર શમાર જોસેફનું આઈપીએલમાં ડેબ્યૂ હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *