સાબરકાંઠામાં જાતિ,આવકના નકલી દાખલા !
ઈડર તાલુકા વિકાસ અધિકારીએ કરી રજૂઆત
9 અરજદારો સામે નામજોગ ફરિયાદ કરવા રજૂઆત
જાતિ અને આવકના નકલી દાખલાનો પર્દાફાશ થયો છે. જેમાં સાબરકાંઠામાં જાતિ, આવકના નકલી દાખલા જોવા મળ્યા છે. તેમાં ઈડર તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆત કરી છે. જેમાં 9 અરજદારો સામે નામજોગ ફરિયાદ કરવા રજૂઆત કરી છે. તેમાં વેરિફિકેશન તાલુકા પંચાયતથી થતું હોય છે. જેમાં અધિકારીને અંધારમાં રાખી નકલી દાખલા કાઢ્યા છે.
આવકના નકલી દાખલા નીકળતા હોવાનો ઘટસ્પોટ
ઈડર તાલુકા પંચાયત કચેરીમાં જાતિના તેમજ આવકના નકલી દાખલા નીકળતા હોવાનો ઘટસ્પોટ થયો છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ નવ જેટલા જાતિ અને આવકના દાખલા નીકળ્યા હોવાની લેખિત રજૂઆત કરી છે. તેમાં જાતિના અને આવકના દાખલા માટે આવતા અરજદારોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન તાલુકા પંચાયત થકી થતુ હોય છે. દાખલાનું વેરીફીકેશન થયા બાદ પ્રિન્ટ કોપી જનસેવામાંથી મેળવવાની હોય છે. તેમાં અધિકારીને અંધારમાં રાખી નકલી દાખલા નીકળી જતાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કૌભાંડમાં સામેલ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો
જવાબદાર ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી માટે ઇડર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ નવ જેટલા ગ્રામ્ય વિસ્તારનાં અરજદારોનાં ડુબ્લિકેટ આવક તેમજ જાતિના દાખલા નીકળ્યા હોવાની રજૂઆત કરાઇ છે. તેમાં નવ જેટલા અરજદારોના નામજોગ સાથે તાલુકા વિકાસ અધિકારીએ ફરીયાદ દાખલ કરવા રજૂઆત કરતા કૌભાંડમાં સામેલ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ તાલુકા વિકાસ અધિકારીએ નકલી દાખલા બાબતે લેખિત રજૂઆતો કરતા વચેટીયાઓમાં ચર્ચા શરૂ થઇ છે.