ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઇ છે
ચોરીની ઘટના CCTVમાં કેમેરામાં કેદ
પોલીસની રાત્રી પેટ્રોલીંગ પર ઉઠ્યા સવાલો
અમદાવાદના બોપલ ખાતે આવેલ મંદિરમાં ચોરી થઇ છે. જેમાં રૂ.5 લાખના ચાંદીના દાગીનાની ચોરી થયા છે. ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઇ છે. તેમજ ચોરીની ઘટના CCTVમાં કેમેરામાં કેદ થઇ છે. પોલીસની રાત્રી પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા છે. તેમજ મંદિરના પૂજારીએ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસની રાત્રી પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા
શહેરમા પોશ વિસ્તાર બોપલમાં આવેલા મંદિરમાં ચોરી થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. જેમાં આરોહી ક્લબ રોડ પર આવેલા ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઇ છે. તેમાં પાંચ લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી થઇ છે. ભગવાન મહાદેવ અને પાર્વતી માતાના ચાંદીના છત્રની ચોરી થઇ છે. પાંચથી સાત કિલો વજનના ચાંદીના ભગવાન છત્ર હતા. જેમાં સીસીટીવીમાં ચોરની કરતૂત પકડાઇ છે. રાત્રે 1 કલાકે મંદિર પરિસરમાંથી ચોર ઘુસ્યો હતો. તેથી પોલીસની રાત્રી પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ચોરીની પુજારીએ ફરિયાદ નોધાવી છે.
અગાઉ રામદેવપીર મંદિરમાં તસ્કર ત્રાટક્યા હતા
અગાઉ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિરમાં તસ્કર ત્રાટક્યા હતા. જેમાં ઈસનપુર વટવા માર્ગ પર આવેલી મુખીની વાડી સામે આવેલી શ્રી રામદેવપીર મંદિરમાંમોડી રાતે બે કલાકે ચોર ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરનો લોખંડના દરવાજાનો ગેટના તાળા તોડીને દાનપેટી કોસથી તોડી દાનમાં આવેલી દાનપેટીની તમામ રકમ લઈને તસ્કર રફુચક્કર થઈ ગયા હતા. મંદિરના મહારાજે આ અંગેની જાણ નારોલ પોલીસ સ્ટેશનમાં કરી હતી, જે બાદ પોલીસે ગુનો નોંધી CCTV ના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં મંદિરમાં લગાવેલા CCTVમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરી હતી.