રૂ.2800 કરોડની નિકાસ બતાવામાં આવી
પેમેન્ટ કરનારનું કોઈ અસ્તિત્વ જ ન હતું
પાપલાજ ફોરેન ટ્રેડ, પાર્ટનર સોમામીનાને ત્યાં EDના દરોડા

સુરતમાં રૂપિયા 2800 કરોડના હવાલા કૌભાંડની આશંકા છે. જેમાં કોડીની જવેલરીના નામે કૌભાંડ થયુ છે. તેમાં રૂપિયા 2800 કરોડની નિકાસ બતાવામાં આવી છે. જેમાં પેમેન્ટ કરનારનું કોઈ અસ્તિત્વ જ ન હતું. પાપલાજ ફોરેન ટ્રેડ, પાર્ટનર સોમામીનાને ત્યાં EDના દરોડા પડ્યા છે. તેમજ ઓજસ નાઇકને ત્યાં પણ EDના દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સમગ્ર કેસ હાલમાં ધંધાના નામે હવાલાનો લાગી રહ્યો છે

EDએ લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરી છે. તેમાં એક પણ ધરપકડ ન થતા તપાસ શંકાના દાયરામાં છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્રના પૂના જેવાં 8 શહેરોમાંથી પેમેન્ટ કરાયુ હતુ. તેમજ વિદેશથી હલકી કક્ષાનો માલ મંગાવાય છે. માલની ઊંચી કિંમત બતાવીને તેનું પેમેન્ટ કરાય છે. સમગ્ર કેસ હાલમાં ધંધાના નામે હવાલાનો લાગી રહ્યો છે. EDને માહિતી મળી હતી કે, મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ LLPએ હીરાની આયાત અને નિકાસના ઓવરવેલ્યુએશનને કારણે મોટા પાયે શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કર્યા છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપી, હીરાની આયાતનું ઓવરવેલ્યુએશન કર્યું હતું અને જુલાઈ, 2023 અને માર્ચ, 2024 વચ્ચે 2800 કરોડ સુરત, વડોદરા, મુંબઈ, પુણેની ઓફિસોમાં ભેગા કર્યા હતા. અને ભેગી કરેલી આ રકમ હોંગકોંગની 8 કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

2800 કરોડ હોંગકોંગની જે 8 કંપનીઓને મોકલવામાં આવ્યા એ કંપનીઓ પણ બોગસ

EDની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, 2800 કરોડ હોંગકોંગની જે 8 કંપનીઓને મોકલવામાં આવ્યા એ કંપનીઓ પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. આ પેઢીઓ હીરાનાં ખરીદ વેચાણની એન્ટ્રી મોકલી પાપલાજ ફોરેન ટ્રેડ એલએલપીનાં મળતિયાઓનાં બેંક ખાતાઓમાં 2800 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. હવાલો પાડનાર મેસર્સ પાપલાજ ફોરેન ટ્રેડ છે. પાપલજ ફોરેન ટ્રેડ LLPએ હીરાની આયાતનું મૂલ્ય વધારે કર્યું હતુ અને નજીવી કિંમતના હીરા હોંગકોંગથી મંગાવી જુલાઈ, 2023 અને માર્ચ 2024 વચ્ચે રૂપિયા 2800 કરોડ હોંગકોંગ મોકલ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *