image : Freepik
Drink and Drive in Vadodara : વડોદરામાં દિવાળીપુરાના રાજીવ નગરમાં રહેતો ધર્મેશ રમેશભાઈ માળી છેલ્લા દસ વર્ષથી ન્યુ અલકાપુરી લિમિટેડ કંપનીના ડાયરેક્ટ સેજલબેન રાજેશભાઈ પરીખની કાર ચલાવે છે. ગઈકાલે બપોરે પોણા ત્રણ વાગ્યે કંપનીની ઓફિસ ખાતેથી મર્સિડીઝ કાર લઈને સેજલબેનને તેમના ઘરે મૂકવા માટે જતો હતો. નટુભાઈ સર્કલ તરફથી હરીનગર બ્રિજ ચડતા પાછળથી આવતી એક કારના ચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેના પગલે પોલીસ આવી ગઈ હતી અને કારના ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસ સ્ટેશન લઈને ચેક કરતા એક કાર ચાલક દારૂના નશામાં હોવાથી પોલીસે નશેબાજ કાર ચાલક મંદાર અશ્વિનકુમાર વેદાંતી રહેવાસી શીતલ નાગર સોસાયટી અકોટાની સામે ગુનો દાખલ કરી તેની કાર કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.