Actress Neha Sharma : વેબ સિરિઝ ઈલીગલ 3 (Illegal season 3)થી ચર્ચામાં આવેલી અભિનેત્રી નેહા શર્મા તાજેતરમાં જ પિતા અજીત શર્માના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરતી જોવા મળી હતી. ત્યારબાદ અભિનેત્રી બોલિવૂડ છોડી રાજકારણમાં કેરીયર બનાવવાની તૈયારી કરતી હોવાની ચર્ચાઓ ચગ્યા બાદ નેહા શર્માએ ખુલાસો કર્યો છે.

મને રાજકારણ પસંદ, પરંતુ હાલ હું અભિનયમાં વ્યસ્ત : નેહા

વેબ સિરિઝ ઈલીગલ 3ના પ્રમોશનમાં વ્યસ્ત નેહા શર્માએ કહ્યું છે કે, ‘મને રાજકારણ ખૂબ જ ગમે છે, હું લોકોની સેવા કરવા ઈચ્છું છું, પરંતુ હાલ અભિનયમાં વ્યસ્ત છું.’ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઈલીગલ 3 સિરિઝનું શાનદાર ટ્રેલ રિલિઝ થયું હતું, જે ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યું છે.

જ્યારે હું રાજકારણમાં આવીશ, ત્યારે અભિનય નહીં કરું

ઈલીગલ 3 ના ટ્રેલરમાં એક ડાયલોગ છે કે હું મારી મહત્વાકાંક્ષા માટે કોઈની માફી નહીં માંગું. જીવનમાં આ પ્રકારની વિચારસરણી કેટલી ઉપયોગી છે? નેહાએ કહ્યું કે, આ એક સારી વાત છે, જે તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરે છે. જોકે, હું હંમેશા માનું છું કે, સાચા ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ પણ સાચો હોવો જોઈએ. 

દરમિયાન નેહા શર્માના પિતા અજીત શર્મા બિહારની ભાગલપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રી પિતાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *