Harshvardhan Rane On Vikrant Massey : બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ સોમવારે સવારે સિનેમામાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસીને વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12મી ફેલ’માં તેના કામ માટે ઘણી પ્રશંસા મળી હતી. મેસીએ પોસ્ટ શેર કરતીને આ અંગે ખુલાસો કર્યો હતો કે, છેલ્લી ફિલ્મ પૂરી કર્યા પછી હું અભિનયથી દૂર રહેવાનું વિચારી રહ્યો છે. વિક્રાંત મેસીના આ નિર્ણયથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. હાલમાં જ રીલિઝ થયેલી ધ સાબરમતી રિપોર્ટ્સ ફિલ્મમાં મેસીના ભરપૂર વખાણ થયા હતા. હવે ઘણા લોકો માની રહ્યા છે કે આ એક તેનો અસ્થાયી બ્રેક હોઈ શકે છે.