– એક ઓટીટી પ્લેટફોર્મ સાથે કોલબરેશન
– ટોસ્ટર નામની ફિલ્મમાં સોનાક્ષી હિરાઈન હશે, અન્ય કલાકારોમાં અર્ચના પુરણસિંહનો સમાવેશ
મુંબઈ : એક્ટર રાજકુમાર રાવ હવે ફિલ્મ પ્રોડયૂસર પણ બની ગયો છે. તે એક આંતરરાષ્ટ્રીય ઓટીટી પ્લેટફોર્મ સાથે મળીને ‘ટોસ્ટર’ નામની ક્રાઈમ કોમેડી ફિલ્મ બનાવવાનો છે.
આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા તેની હિરોઈન હશે. ફિલ્મના અન્ય કલાકારોમાં અર્ચના પુરણસિંહનો સમાવેશ થાય છે. જોેકે, ફિલ્મના ડાયરેક્ટરનું નામ હજુ જાહેર કરાયું નથી.
ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત ભાગમાં શરુ થાય તેવી ધારણા છે.
રાજકુમાર રાવ હાલ વામિકા ગબ્બી સાથેની ફિલ્મ ‘ભૂલચૂક માફ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પછી તે ‘ટોસ્ટર’નું શૂટિંગ શરુ કરશે.
રાજકુમાર રાવની ‘શ્રીકાંત ભોલા’ ફિલ્મ તાજેતરમાં રીલિઝ થઈ છે.
તેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં તેની જાહ્વવી કપૂર સાથેની ‘મિ. એન્ડ મિસિસ માહી’ પણ રીલિઝ થવાની છે.