Jackie Shroff Case: અભિનેતા જેકી શ્રોફે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના નામના ઉપયોગ મામલો વાંધો ઉઠાવ્યો છે. તેમણે પોતાના નામ, પસંદ અને ભીડુ શબ્દના ઉપયોગ પર ઓથોરિટી આપવાની માંગ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, જો કોઈપણ વ્યક્તિ મારી મંજૂરી વગર મારા નામ, ફોટો, અવાજ અને ભીડુ શબ્દનો ઉપયોગ કરે, તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને બે કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે.
જેકી શ્રોફની પર્સનાલિટી રાઈટ્સની માંગ
કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરાએ જેકી શ્રોફની પર્સનાલિટી રાઈટ્સની માંગ પર પ્રતિક્રિયા આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. બુધવારે જેકી શ્રોફે દિલ્હી હાઈકોર્ટમાં પોતાના નામ, ફોટો, અવાજ અને પ્રખ્યાત ડાયલોગ ‘ભીડુ’ના દુરુપયોગ પર પ્રતિબંધની માંગ કરી હતી. જેકી શ્રોફના પર્સનાલિટી રાઈટ્સ બાબતે હાઈકોર્ટમાં જવાના સમાચારથી ઘણી ચર્ચાઓ જાગી છે. કે શું જેકીએ કૃષ્ણા અભિષેકના કારણે આ પગલું ભર્યું છે? શું કૃષ્ણા હવે જેકી શ્રોફની મિમિક્રી કરી શકાશે કે નહી? એવામાં કૃષ્ણાની પત્ની કાશ્મીરાએ તેના ફેન્સ માટે એક નોટ લખી છે.
કાશ્મીરાએ શું કહ્યું?
એવામાં હવે કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરાએ જેકી શ્રોફ દ્વારા તેના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે કાનૂની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જેકી અને ક્રિષ્નાની તસવીર શેર કરતી વખતે લખ્યું છે કે, ‘જે ચાહકો નિરાશ થઈને અમને મેસેજ મોકલી રહ્યા છે, તેમને હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સમજો કે મિમિક્રી કરવી એ ખુશામત જેવું છે અને ક્રિષ્ના જગ્ગુ દાદાને ખૂબ જ પસંદ કરે છે.’
ફેન્સ થયા નિરાશ
જેકી શ્રોફ પર્સનાલિટી રાઈટ્સની માંગ માટે કોર્ટ પહોંચતા સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. લોકોને કૃષ્ણાની મિમિક્રી પસંદ આવી રહી છે જેથી આ મામલાથી કૃષ્ણાના ચાહકો થોડા ગુસ્સામાં જોવા મળ્યા હતા. હવે મૂંઝવણ છે કે તે ભવિષ્યમાં જેકી શ્રોફની મિમિક્રી કરી શકશે કે નહીં.
આ પહેલા અનિલ કપૂરે પણ પોતાના પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે કોર્ટ ગયા હતા. જેમા જાન્યુઆરીમાં તેણે કેસ જીત્યો હતો અને ત્યારબાદ અનિલ કપૂરનું નામ, અવાજ, તસવીર, બોલવાની રીત, હાવભાવ અને કેચ ફ્રેઝ ‘ઝકાસ’ પણ તેમની મંજૂરી વગર વાપરવાની વાત કરી હતી.