Sood Reaction On User Question: એક્ટર સોનુ સૂદ હાલમાં પોતાની આગામી ફિલ્મ ફતેહના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોનુ આ ફિલ્મ દ્વારા ડાયરેક્ટર તરીકે પણ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ હતું, જેમાં સોનુ સૂદ દમદાર એક્શન કરતો નજર આવ્યો હતો. હવે સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના ચાહકો સાથે વાતચીત કરી છે. આ દરમિયાન તેણે ઘણા યૂઝર્સના સવાલોના ખુલીને જવાબ આપ્યા હતા.
રાજનેતાઓના ભરોસે ના રહેશો….
શુક્રવારે સોનુ સૂદે X પર એક આસ્ક સોનુ સેશન ચલાવ્યું હતું. તેણે આ સવાલ-જવાબ સેશન શરૂ કરતાની સાથે જ તેના ચાહકોએ સવાલોનો વરસાદ વરસાવી દીધો હતો. આ દરમિયાન મનુ નામના એક યુઝરે સોનુ સૂદને પૂછ્યું કે, સર તમને શું લાગે છે કે, ભારતમાં શુું બદલવાની જરૂર છે? સોનુ સૂદે યૂઝરના આ સવાલનો જવાબ આપતા લખ્યું કે, રાજનેતાઓના ભરોસે ના રહેશો. સામાન્ય લોકોએ પણ જીવન બદલવાની જવાબદારી લેવી જોઈએ.’
આ સેશનમાં જ્યારે સોનુ સૂદને અત્યાર સુધીની સૌથી પડકારજનક ભૂમિકા નિભાવવા વિશે પૂછવામાં આવ્યું તો સોનુ સૂદે તેની ફિલ્મ ફતેહનું નામ આપ્યું હતું.
કોરોના મહામારી દરમિયાન અનેક લોકોની કરી હતી મદદ
કોરોના મહામારી દરમિયાન સોનુ સૂદ સામાન્ય લોકોની મદદ કરીને ચર્ચામાં આવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો તેની મદદ માગતા હતા અને તે તરત જ ટ્વીટનો જવાબ આપતો હતો અને મદદ કરતો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર લોકો સોનુ સૂદને મસીહા પણ કહેવા લાગ્યા હતા.