Ranbir Kapoor New Car: બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ની સફળતા બાદથી રણબીર કપૂર સતત ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. રણબીર કપૂર ફિલ્મ ‘રામાયણ’માં શ્રીરામનું પાત્ર ભજવશે. આ વચ્ચે એક્ટરે શાનદાર લક્ઝુરિયસ કાર ખરીદી છે જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રણબીરે તાજેતરમાં જ જેટ બ્લેક Bentley Continental ખરીદી છે. હવે રણબીરની લક્ઝુરિયસ કાર કલેક્શનમાં વધુ એક કાર સામેલ થઈ ગઈ છે. એક વીડિયોમાં એક્ટર પોતાની નવી કાર ચલાવતો નજર આવી રહ્યો છે. 

રણબીર કપૂરની જેટ બ્લેક કલરની આ Bentley Continentalની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. એક અહેવાલ પ્રમાણે રણબીર પાસે પહેલેથી જ લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી છે જેની કિંમત લગભગ 3.27 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત રણબીર કરોડોની ગાડીઓના માલિક છે. તેમાં ઓડી A8 L, મર્સિડિઝ-AMG G 63 અને ઓડી R8 સામેલ છે. રણબીર વર્ષ 2023માં જ્યારે આલિયા સાથે નેશનલ એવોર્ડ સેરેમનીમાં સામેલ થવા માટે દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે તે તેની નવી રેન્જ રોવરમાં ગયો હતો. રણબીર ઉપરાંત પત્ની આલિયા ભટ્ટ પાસે પણ લક્ઝુરિયસ કારોનું કલેક્શન છે જેની કિંમત કરોડોમાં છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *