– આ એક મલ્ટીસ્ટાર ફિલ્મ બનવાની શક્યતા
મુંબઇ : શાહરૂખ ખાન જલદી જ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરવાનો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દ્રશન ફરાહ ખાન કરવાની હોવાની શક્યતા છે તેમજ શાહરૂખ આ ફિલ્મમાં એક આર્મી ઓફિસરના રોલમાં જોવા મળે તેવી ચર્ચા છે. જોકે હજી સુધી આ બાબતે કોઇ સત્તાવાર ઘોષણા કે જાણકારી આપવામાં આવી નથી.
કહેવાય છે કે, આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનશે. જે ફિલ્મ મેં હુ ના પ્લોટ ને ફોલો કરશે. જોકે આ બાબતે પણ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. રિપોર્ટસનું માનીએ તો ફરાગ સાહરૂખને લઇને એક ફિલ્મ બનાવાની યોજના કરી રહી છે. જોકે હજી સુધી આ બાબતે કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફરાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શાહરૂખ મારો મેસ્કોટ હોવાથી મારા આગામી ફિલ્મ તેની સાથેની જ હશે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને ફરાહ ખાનની જોડી ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરી ચુકી છે. ફરાહે અત્યાર સુધીમાં ચાર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. જેમાંથી ૩ ફિલ્મોમાં તેણે શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. ફરાહની પ્રથમ દિગ્દર્શક તરીકેની ફિલ્મ મેં હૂ ના હતી આ પછી તેણે શાહરૂખ સાથે ઓમ શાન્તિ ઓમ બનાવી હતી જે બ્લોકબસ્ટર ગઇ હતી. ફરાહે ૨૦૧૪માં હૈપ્પી ન્યુ ઇયર નામની ફિલ્મ બનાવી જે સફળ થઇ હતી.