મસ્જિદમાં નમાજ માટે જવાની વાતે મારામારી
ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો આપતાં આઠ જેટલા આરોપીઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
મુસ્લિમ સમાજના સભ્યો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા મારા મારી ઉપર ઉતરી આવ્યા હતા

ફ્તેપુરા તાલુકાના સુખસરમાં ગતરોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મુસ્લિમ સમાજના સભ્યો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા મારા મારી ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં કેટલાક લોકો હાથમાં તલવાર તથા લાકડી લઈ દોડી આવી લાકડી તથા ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો આપતાં આઠ જેટલા આરોપીઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા

 મળે છે.

બુધવાર રાત્રિના સુખસર ગામે મસ્જિદમાં ઇમરાન ભાઈ રજાકભાઈ મોઢિયા નમાજ પઢવા માટે ગયેલા હતા.અને નમાજ પડયા બાદ મસ્જિદની બહાર ઉભા હતા. તેવા સમયે ગફરભાઈ સત્તારભાઈ સીસોલી, સિકંદર ગફર સીસોલી નાઓ હાથમાં તલવાર તથા આદિલ ગફર સિસોલી તેમજ હરીશ હારૂન સિસોલી હાથમાં લાકડી લઈને આવી સલીમભાઈ મોઢીયાને ડાબા ગાલ ઉપર લાકડી મારી કહેતા હતા કે, તમો મસ્જિદમાં કેમ નમાજ પડવા આવ્યા છો?તેમ કહીને પથ્થર મારો કરતા ઇમરાન ભાઈ એકદમ મસ્જિદની આગળથી બહાર આવતા રહેલ તેવામાં પાછળથી રિઝવાન મોઇદીન ચાંદાઆદિલ રફ્કિ ગવરાને ઝપાઝપી કરતા ગડદાપાટુનો માર મારવા લાગેલ અને શરીરે પહેરેલ નવું બુશર્ટ ફાડી નુકસાન કરી આપેલ. જેથી વધુ માર મારશે. ઘરે જવા નીકળેલ તેવા સમયે ફરુક મજીદ સિસોલી ફરિયાદી સાથે ઝપાઝપી કરતા ફરિયાદી એકદમ દોડીને મસ્જિદની બાજુમાં આવતા હતા. ત્યારે અરબાજ રફીક સિસોલીએ લાકડીથી સાજીદ મહંમદ મોઢીયાને મોઢાના ભાગે મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરવા બાબતે 8 લોકો સામે ગુનો દાખલ કરાયો હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત બાબતે સુખસરના ઇમરાન રજાક મોઢિયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ આપતા ગફર સતાર સિસોલી, સિકંદર ગફર સિસોલી, આદિલ ગફર સિસોલી, હરીશ હારુન સિસોલી, રિઝવાન મોઇદીન ચાંદા, ફરૂક મજીદ સિસોલી, સોહબ ઇસુબ સિસોલી તથા અરબાજ રફીક સીસોલી વિરુદ્ધમાં ઇ.પી.કો કલમ-323,294(ખ)506(2) 336,427,114 તથા જી.પી.એક્ટ કલમ-135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *