પાંજરા અને કેમેરા મૂકી દીપડાને રેસ્ક્યૂ કરવા માટે કાર્યવાહી કરાઈ
35 વર્ષિય યુવકને માનવ ભક્ષી દીપડાએ શિકાર કરેલો હોવાને ઘટના સામે આવી છે
દીપડાએ ગળાના ભાગે હુમલો કરી દબોચી લેતા યુવક મોતને ઘાટ ઉતરિયો હતો

તિલકવાડા તાલુકાના દેવલિયા નજીક તા.8ના રોજ રાત્રીના સમયે વંઢ ગામના પાટિયા પાસે આવેલા તબેલા નજીક સુઈ રહેલા 35 વર્ષિય યુવકને માનવ ભક્ષી દીપડાએ શિકાર કરેલો હોવાને ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે ફેરેસ્ટ વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે વિસ્તારમાં આઠથી દસ જેટલા પાંજરા મૂકી દીપડાને રેસ્ક્યુ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ છેલ્લા કેટલાક સમયથી તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે એવું લાગે છે કે જાણે તિલકવાડા તાલુકામાં દીપડાઓની સંખ્યા વધી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગત રોજ રાત્રિના સમય દરમિયાન દેવલિયા નજીક સૂઈ રહેલા મૂળ રાજસ્થાનથી રોજી રોટી માટે આવેલા અપ્પુસિંગ સેન્સિંગ રાજપુત જેવો પોતાના સાથે મિત્રો સાથે દેવલિયા નજીક તબેલા પાસે સુતા હતા. ત્યારે રાત્રિ દરમિયાન માનવ ભક્ષી દીપડાએ અપ્પુસિંહ રાજપુત ઉપર હુમલો કરી ગળાના ભાગે દબોચી લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામે છે ત્યારે આ ઘટનાને પગલે ફેરેસ્ટ વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે વિસ્તારમાં આઠથી દસ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *