ચોમાસામાં શાન્તા કુંજ સોસાયટીમાં ભરાતાં વરસાદી પાણી
સમસ્યાનો અંત ચોમાસા પૂર્વે લાવવામાં આવે એવી માગ
આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સંબંધિત તંત્ર સદતર નિષ્ફ્ળ નીવડયુ રહયુ છે
શહેરા નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા પ્રી મોન્સુન ની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.અણીયાદ ચોકડી વિસ્તારમાં પસાર થતા હાઇવે ઉપર કલ્યાણ કંપની દ્વારા બનાવવામાં આવેલા નવીન રસ્તાથી ગટરના કટ આઉટ ઘણી બધી જગ્યાએ પુરાઈ ગયેલ હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો અટકી શકે તેમ છે.જોકે દર ચોમાસામાં પાલિકા દ્વારા પ્રિ મોન્સુન ની કામગીરી કરવા છતાં અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી શાન્તાકુંજ સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય તેમ છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સંબંધિત તંત્ર સદતર નિષ્ફ્ળ નીવડયુ રહયુ છે. આ વખતે પણ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેલી હોઈ ઉપરોકત બાબતને ધ્યાનમાં લઈને આ સમસ્યાનો અંત ચોમાસા પૂર્વે લાવવામાં આવે એવી આશા શાન્તા કુંજ સોસાયટીના રહીશો રાખી રહ્યા હતા.