ટેન્કર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં ખાબકયું હતુ
રામના રખવાળા હોય એનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે
ટેન્કરમાં સવાર એક બાળક અને મહિલાને સામાન્ય ઇજાઓ પહોંચી

પંચમહાલમાં રામના રખવાળા હોય એનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે એ કહેવત સાચી પડી છે. જેમાં ફેંકી દીધેલો પથ્થર પણ કયારેક જરૂરિયાતના સમયે ઢાલ બની જાય છે તે બાબત સામે આવી છે. આ બંને કહેવત ગોધરાના પરવડી ખાતે અકસ્માત દરમિયાન યથાર્થ સાબિત થઈ છે.

ટેન્કર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં ખાબકયું હતુ

ગોધરા પરવડી બાયપાસ ચોકડી પાસે પૂરઝડપે જતું ટેન્કર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં ખાબકયું હતુ. જેમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માતની ઘટના બની હતી. તેમાં પુરઝડપે જતું ટેન્કર રોડની સાઈડમાં ખાબકયું હતુ. દરમિયાન રહેણાંક મકાન પહેલા આવેલા એક મહાકાય પથ્થરને કારણે ટેન્કર મકાનમાં ઘુસી જતા અટક્યું અને પરિવારનો બચાવ થયો હતો. પરિવાર માટે પથ્થર દેવદૂત સાબિત થયો હોય એમ ટેન્કર ત્યાં જ અટકી ગયું અને મકાન પણ બચી ગયું હતુ.

ટેન્કરમાં સવાર એક બાળક અને મહિલાને સામાન્ય ઇજાઓ પહોંચી

ટેન્કરમાં સવાર એક બાળક અને મહિલાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમજ તેમનો આબાદ બચાવ થયો છે. જેમાં ઇજાગ્રસ્ત બાળક અને મહિલાને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા બાળક અને મહિલા સ્વસ્થ છે. તેમજ એક પત્થરને કારણે મોટી જાનહાની થતા બચી ગઇ છે. જેમાં લોકો આ અકસ્માતને કોઇ ચમત્કાર સાથે જોડી રહ્યાં છે. જેમાં એક નકામા પત્થરને કારણે લોકોનો જીવ બચ્યો છે. તથા ઘર પણ બચી ગયુ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *