Image: Instagram

Piku: બોલીવુડની ખૂબ સુંદર અને ટેલેન્ટેડ એક્ટર્સ પૈકીની એક દીપિકા પાદુકોણ અત્યારે પોતાની પ્રેગ્નેન્સી એન્જોય કરી રહી છે અને આ વચ્ચે રણવીર સિંહ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર અચાનક અફવા ઉડી હતી કે દીપિકા અને રણવીરની વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યુ નથી. આ અફવા વચ્ચે દીપિકાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર અમુક મીઠી યાદો ચાહકોની સાથે શેર કરી છે. અભિનેત્રી પોતાની આઈકોનિક ફિલ્મ પિકૂની નવમી એનિવર્સરી મનાવી રહી છે અને આ ઝલકને તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

દીપિકાએ શેર કરી ‘પિકુ’ના શૂટિંગની તસવીર

એક્ટ્રેસે 8 મે ના દિવસે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પહેલા ક્યારેય જોઈ ન હોય તેવી શૂટિંગ દરમિયાનની તસવીર શેર કરી છે. પિકુમાં દીપિકાએ લીડ રોલ નિભાવ્યો છે અને તેને તેના પાત્ર માટે ખૂબ વખાણવામાં આવી હતી. ફિલ્મમાં જે રીતે તેણે પોતાના પાત્રને કમાલની હકીકત સાથે નિભાવ્યુ છે. તેના દ્વારા નિભાવવામાં આવેલુ મોર્ડન, ઈન્ડિપેન્ડેન્ટ વુમનનું પાત્ર જે પોતાના પિતાનું ધ્યાન રાખે છે તેને દર્શકોથી લઈને ક્રિટિક્સના હૃદયને સ્પર્શી લીધુ હતુ. તે પાત્ર તમામને એટલુ પસંદ આવ્યુ કે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને તેણે પોતાના રીલ ફાધર એટલે કે અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરી છે.

‘પિકુ’માં અમિતાભ સાથે હૃદય સ્પર્શનારી છે પિતા-પુત્રીની કેમેસ્ટ્રી

દીપિકા દ્વારા શેર કરવામાં આવેલા પડદા પાછળની તસવીર ફિલ્મના યાદગાર ક્ષણોની જૂની યાદો તાજા કરી દે છે. જેમાં દિવંગત ઈરફાન ખાનની સાથે તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી અને અમિતાભ બચ્ચન સાથે તેની હૃદયને સ્પર્શનારી પિતા-પુત્રીના સંબંધની ઝલક સામેલ છે. તસવીરમાં અમિતાભ, દીપિકા અને ઈરફાન એક સાથે બેસેલા છે અને અમિતાભને ભોજન આપવામાં આવી રહ્યુ છે અને આ દરમિયાન તેમના દ્વારા દીપિકાની તરફ ઈશારો કરતા તેમની આંગળીને જોઈ શકાય છે. પહેલા અમિતાભે એક કોટ આપ્યો હતો જેમાં તેમણે દીપિકાની ખાવાની આદત વિશે કહ્યુ હતુ, ‘આ દર 3 મિનિટે ખાય છે’.

‘પિકુ’ના 9 વર્ષ પૂરા થવા પર દીપિકાને આવી ઈરફાનની યાદ

ચાહકોને તેમની મજેદાર મિત્રતાની યાદ અપાવતાં દીપિકાએ પોતાની પોસ્ટ પર કેપ્શન લખ્યુ, ‘તેમને તમામને એ જણાવવુ ગમે છે કે હું કેટલુ ખાવ છુ! અને @irrfanને ટેગ કરતા લખ્યું કે ‘અમે તમને ખૂબ મિસ કરીએ છીએ…’ ફિલ્મમાં દીપિકા અને ઈરફાન વચ્ચેની કેમેસ્ટ્રીના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *