– હુમા પાર્ટ ટૂની જ ભૂમિકા આગળ વધારશે
– અજમેરમાં શરૂ થયેલાં ફિલ્મના શૂટિંગમાં અક્ષય અને અર્શદ સાથે જોડાશે
મુંબઈ : અક્ષય કુમારની ફિલ્મ ‘જોલી એલએલબી થ્રી’માં હુમા કુરેશીનું પુનરાગમન થયું છે. તે આ ફિલ્મના બીજા ભાગમાં પણ હતી. તેમે બીજા ભાગમાં ભજવેલી પુષ્પા મિશ્રાની ભૂમિકાને જ તે આગળ ધપાવશે.
ફિલ્મની ટીમે કન્ફર્મ કર્યું હતું કે હુમા કુરેશી ફરી તેના ઓરિજિનલ રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના અજમેરમાં શરૂ થઈ ચૂક્યું છે. હુમા કુરેશી પણ આજકાલમાં ત્યાં પહોંચી અક્ષય અને અર્શદ વરસી સાથે શૂટિંગમાં જોડાઈ જશે. થોડા દિવસો પહેલાં જ ફિલ્મની ટીમ દ્વારા રાજસ્થાનમાં શરૂ થયેલાં શૂટિંગની ઝલક આપતી તસવીરો રીલિઝ કરવામાં આવી હતી.
ફિલ્મના પહેલા ભાગમાં અર્શદ વરસીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીજા ભાગમાં અર્શદની બાદબાકી થઈ હતી અને અક્ષયે તેનું સ્થાન લીધું હતું. હવે ત્રીજા ભાગમાં અર્શદ અને અક્ષય બંને સાથે સાથે છે. જજ તરીકે સૌરભ શુક્લાએ પણ પોતાનો રોલ જાળવી રાખ્યો છે. સુભાષ કપૂર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે અને આગામી વર્ષે તેને થિયેટરમાં રીલીઝ કરવાનું પ્લાનિંગ છે.