– વાયરલ ચર્ચા અંગે રણવીરની ટીમનો  જવાબ

– રણવીર અને દીપિકા હાલ બેબી મૂન મનાવી રહ્યાં છે અને તેમનાં લગ્ન જીવનમાં કોઈ સમસ્યા નથી

મુંબઇ : રણવીર સિંહે દીપિકા પાદુકોણ સાથેનાં લગ્નના ફોટા સહિત કેટલીય તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દેતા ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. હવે રણવીરની ટીમે સ્પષ્ટતા કરી છે કે આ ફોટા ડિલીટ નથી કરાયા પરંતુ માત્ર આર્કાઈવ જ કરાયા છે. 

ટીમે કન્ફર્મ કર્યું હતું કે રણવીર અને દીપિકા હાલ બેબી મૂન મનાવી રહ્યાં છે. બંને આવનારાં સંતાનના કારણે બહુ જ ખુશ છે અને તેમના લગ્નજીવનમાં હાલ કોઈ સમસ્યા નથી. 

રણવીરે આ ફોટા ડિલીટ કર્યાની ચર્ચાથી ચાહકો ચિંતિત બન્યા હતા. અગાઉ પણ રણવીર અન ેદીપિકા વચ્ચે ખટરાગની અફવાઓ આવી ચૂકી છે તેથી ચાહકોને વિશેષ ચિંતા હતી. 

જોકે, આ ચર્ચા શરુ થઈ તે જ અરસામાં દીપિકા એક પ્લેનની સીડી ચઢતી હોય તેવા ફોટા પણ વાયરલ થયા હતા. તેના પગલે બંને હાલ બેબી મૂન પર હોવાનું પણ સ્પષ્ટ થયું હતું. 

રણવીર અને દીપિકાએ ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. ગયા ફેબ્રુઆરીમાં  દીપિકાએ પોતે માતા બની રહી હોવાની જાહેરાત કરી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *