– આ ફિલ્મમાં અનન્યાનો કેમિયો જ છે
– તૃપ્તિ ડિમરી અને વિક્કી કૌશલની ફિલ્મમાં ટૂંકી ભૂમિકા માટે કરણની વિનંતી સ્વીકારી
મુંબઇ : વિક્કી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં અનન્યા પાંડે કેમિયો કરી રહી છે. તેણે પોતાના ભાગના કેટલાંક દૃશ્યોનું શૂટિંગ પણ કરી લીધું છે.
કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે. આનંદ તિવારી તેના દિગ્દર્શક છે. કરણ જોહર અનન્યાની કેરિયરનો મેન્ટર પણ છે. તેણે જ અનન્યાને આ મહેમાન કલાકાર તરીકેની ભૂમિકા માટે વિનંતી કરી હતી.
અનન્યા આ ફિલ્મમાં એક ફેમસ સ્ટાર તરીકે દેખાશે. તે પોતાના ચાહકો તથા ફોટોગ્રાફર્સથી ઘેરાયેલી હોય તેવાં દૃશ્યોનું શૂટિંગ તાજેતરમાં મુંબઈમાં કરવામાં આવ્યું હતું.
અનન્યા આ પહેલાં કરણ જોહરે બનાવેલી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ કેમિયો કરી ચૂકી છે.
આજકાલ અનન્યા આદિત્ય રોય કપૂર સાથેનાં તેનાં બ્રેક અપના કારણે ચર્ચામાં છે. તેમના નજીકના મિત્રો એ સ્વીકાર્ય અનુસાર બંને થોડા સમય પહેલાં જ છૂટાં પડી ચૂક્યાં છે.