મૌલવીના ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા
NIA, IB, ATS દ્વારા મૌલવીની સઘન પૂછપરછ
સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી હતી
સુરતમાં મૌલવીની ધરપકડ બાદ તપાસ તેજ થઇ છે. જેમાં મૌલવીની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમાં ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા છે. ત્યારે NIA, IB, ATS દ્વારા મૌલવીની સઘન પૂછપરછ કરાઇ રહી છે. તેમાં મૌલવી પાકિસ્તાનના ડોગર સાથે સતત સંપર્કમાં હતો. નેપાળની શહેનાઝ નામની વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો.
મૌલવી સુહેલના ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા
શહેરમાં હિન્દુ નેતાની એક કરોડની હત્યાની સોપારીના મામલે આરોપી મૌલવી સુહેલના ફોનમાંથી હિંદુવાદી નેતાઓના ફોટા મળ્યા છે. મૌલવીના કારનામામાં સામેલ અન્ય વ્યક્તિઓ ફરતે તપાસ કેન્દ્રિત કરાઇ છે. NIA, IBની સાથોસાથ ATS દ્વારા પણ મૌલવી સોહેલની સઘન પૂછપરછ દ્વારા આ વિગતો સામે આવી છે. તેમજ દેશદ્રોહી કૃત્ય સાથે સંકળાયેલા મૌલવી મહંમદ સોહેલ અબુબકર ટિમોલ હાલ રિમાન્ડ હેઠળ છે.
સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી હતી. જેમાં આરોપી મોલવીના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મહંમદ સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળની શેહનાઝ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં હતો.
સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતની ચોક બજારમાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી અને મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ IBની ટીમ પણ જોડાઈ હતી .આ તપાસ એજન્સીઓએ મૌલવીના કઠોર ખાતેના તેના ઘરે તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યાં લગભગ એકથી દોઢ કલાક તપાસ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. મૌલવી પાસે જે જે સંદિગ્ધ કડીઓ હાથ લાગી છે અને તપાસમાં જે દસ્તાવેજો હાથ લાગ્યા છે તેના પરથી કહી શકાય કે લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર છે.
કઠોરગામમાં આવેલા મદ્રેસામાં હાફીઝ અને આલીમ બન્યો
સુરતમાં શનિવારે સાંજે મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ઝડપી લીધો. સુરત જિલ્લાના કઠોરગામમાં આવેલા મદ્રેસામાં હાફીઝ અને આલીમ બન્યો અને ત્યાં જ કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું શિક્ષણ પણ આપતો હતો આ ઉપરાંત નજીકના લસકાણા ડાયમંડ નગરમાં આવેલી એક ધાગા ફેક્ટરીમાં મેનેજર પદે કાર્યરત હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં 2019માં કમલેશ તિવારીનું મર્ડર થયું હતું, એ જ રીતે, ઉપદેશ રાણાનું મર્ડર કરવાની ધમકીઓ અજાણ્યા અનેક નંબર પરથી અપાઈ હતી.