ભાજપના નગરસેવક ડો.રાજેશ શાહની સોનાની ચેન તોડી અછોડા તોડ ફરાર
સવારે સાયકલિંગ કરતી વખતે કમાટી બાગ પાછળ બાલ ભવન ખાતે ઘટના બની
વડોદરા શહેરમાં મતદાન પૂર્ણ થતા જ અછોડાતોડ ટોળકી સક્રિય બની

વડોદરા ભાજપના નેતા પણ હવે અછોડા તોડનો શિકાર બન્યા છે. જેમાં ભાજપના નગરસેવક ડો.રાજેશ શાહની સોનાની ચેન તોડી અછોડા તોડ ફરાર થયો હતો. સવારે સાયકલિંગ કરતી વખતે કમાટી બાગ પાછળ બાલ ભવન ખાતે ઘટના બની હતી. જેમાં ત્રણ સ્થળોએ ચેન સ્નેચિંગના બનાવ બન્યા છે. કોર્પોરેટર ડો.રાજેશ શાહે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બે અછોડા તોડની ધરપકડ કરી

પોલીસે બે અછોડા તોડની ધરપકડ કરી છે. અછોડા તોડ બાઈક લઈને આવ્યા હતા તેની પાછળ નંબર પ્લેટ ન હતી. તેમાં પોલીસે સીસીટીવીના માધ્યમથી આરોપીઓની અટકાયત કરી હોવાનો ડોક્ટર રાજેશ શાહે અંદેશો આપ્યો છે. અછોડા તોડનો ભોગ બનતાની સાથે ડોક્ટરે સ્થળ પર બૂમો પાડી હતી.

મતદાન પૂર્ણ થતા જ અછોડાતોડ ટોળકી સક્રિય બની

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ મતદાન પૂર્ણ થતા જ અછોડાતોડ ટોળકી સક્રિય બની હતી. ગતરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર અછોડા તુટવાની ઘટનાઓ સામે આવી હતી. એક જ દિવસમાં વહેલી સવારે ચાર જગ્યાઓ પર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા આ ઘટના પૈકી એક કિસ્સામાં તો ભોગ બનનાર ભાજપના કોર્પોરેટર ડો. રાજેશ શાહ પણ હતા.

આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

ડો. રાજેશ શાહ જણાવે છે કે, હું સવારે સાયકલીંગ કરવા માટે નિકળ્યો હતો. તેવામાં બાલભવન પાસે પહોંચતા જ સ્પીડમાં એક બાઇક આવી અને તેના પર બેઠેલા શખ્સે મારા ગળામાં પગેરેલી સોનાની ચેઇન તફડાવી લીધી હતી. હું કંઇ સમજુ તે પહેલા તેઓ આ કૃત્યને અંજામ આપી ચુક્યા હતા. મેં તેને બુમ પાડતા બાઇક પર સવાર શખ્સે પગ હલાવીને મને ચીડવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા વડોદરા પોલીસ અને વિશેષ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *