એસઓજીએ ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીને પકડ્યો
ડ્રગ્સ પકડવાના ઓપરેશનમાં સુરત શહેર SOGની થઈ હતી ચુક
ડ્રગ્સ પકડવાના ઓપરેશનમાં બંને પેડલર ભાગી છુટ્યા હતા

સુરતમાં રૂપિયા એક કરોડના ડ્રગ્સ પકડવાના મામલે SOGની થોડી લાજ બચી ગઇ છે. જેમાં રૂપિયા 1 કરોડના ડ્રગ્સ પકડવાના ઓપરેશનમાં સુરત શહેર SOGની ચુક થઈ હતી. તેમાં ડ્રગ્સ પકડવાના ઓપરેશનમાં બંને પેડલર ભાગી છુટ્યા હતા. તેમાં રામપુરા લાલમિયા મસ્જિદ પાસેથી એક કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડાયું હતુ.

ભાગી છૂટેલા બે પૈકી એકની ધરપકડ પોલીસે કરી

ભાગી છૂટેલા બે પૈકી એકની ધરપકડ પોલીસે કરી છે. જેમાં મોહમ્મદ કાસિફ શેખ ડ્રગ્સ મંગાવાનાર હતો. તેમાં મોહમ્મદ કાસીફ મુંબઈથી ઉત્તર પ્રદેશ ભાગી છુટ્યો હતો. ત્યારે સુરત એસઓજીએ ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીને પકડ્યો છે. 1800 કિલો મીટરનો પીછો કરી ઉતરપ્રદેશના લખનૌ સ્થિત દેવા શરીફ ખાતેથી આરોપીને પકડ્યો છે. જેમાં પોલીસે સ્થાનિક પહેરવેશ પહેરીને આરોપીને ઝડપી પાડયો હતો.

ડ્રગ્સનો જથ્થો આપનાર હજી સુરત પોલીસ પકડથી દૂર

ડ્રગ્સનો જથ્થો આપનાર હજી સુરત પોલીસ પકડથી દૂર છે. જેમાં આરોપી મો.કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખની ધરપકડ કરવામાં આવી છે. તેમજ શેબાઝ નામનો ભાગી છૂટેલો આરોપી હજી પણ ફરાર છે. સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે SOGને એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં મોટી સફળતા મળી છે. પરંતુ એક આરોપીઓ પોલીસના હાથે લાગ્યો છે.

પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું

અગાઉ એસોજીને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી હતી. સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું હતુ. પરંતુ સપ્લાય કરનાર કાશીફ, લેનાર સેહબાઝ ખાન બંને આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ અને મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો.

લાલ ગેટ લાલમીયા મસ્જિદ પાસે બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા

સુરતના લાલ ગેટ લાલમીયા મસ્જિદ પાસે બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસોજીને મળી હતી. એસઓજીએ બાતમીના આધારે ઘટના સ્થળ પર વોચ રાખી હતી. તે દરમિયાન આરોપી મોહમ્મદ કાસીફ ઉર્ફે પશીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ કે, જેનું વજન 1 કિલો હતું અને તે લઈને નીકળ્યો હતો. એક કરોડ રૂપિયાની રકમનું આ ડ્રગ્સ તે આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો. ત્યારે પોલીસને જોઇ આરોપીઓ ભાગી ગયા હતા. જેમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *