સુરતમાં ધરપકડ કરાયેલ મૌલવી મુદ્દે JCPનું નિવેદન સામે આવ્યું
એકાદ બે દિવસમાં મૌલવી મામલે મોટા ખુલાસા થઈ શકે છે: JCP
મૌલવીની વિગતોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યુ
સુરતમાં ધરપકડ કરાયેલ મૌલવી મુદ્દે JCPનું નિવેદન સામે આવ્યું છે. જેમાં JCPએ જણાવ્યું છે કે આ બાબતે કોઈને છોડવામાં આવશે નહિ. હેન્ડલરને શોધવાના પ્રયાસમાં ટૂંક સમયમાં સફળતા મળશે. ક્રાઇમ બ્રાન્ચ, અન્ય એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. મૌલવીની વિગતોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યુ છે.
એકાદ બે દિવસમાં મૌલવી મામલે મોટા ખુલાસા થઈ શકે છે: JCP
એકાદ બે દિવસમાં મૌલવી મામલે મોટા ખુલાસા થઈ શકે છે. ઓડિયો બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. અન્ય એજન્સીઓ સાથે મળીને મૌલવીનું સોશ્યલ એકાઉન્ટ, કેવી રીતે લોગઇન થતો હતો અન્ય કોણ કોણ તેની સાથે જોડાયેલા છે વગેરેની તપાસ ચાલી રહી છે. મૌલવી પાસેથી જે કાઈ વિગતો મળી રહી છે તેનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યા છે. એકાદ બે દિવસમાં મૌલવી મામલે મોટા ખુલાસા થઈ શકે છે. ઓડિયો બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ તપાસમાં કઇ આવશે તે બાબતે પણ તપાસ કરવામાં આવશે તેમ JCP રાઘવેન્દ્ર વત્સએ જણાવ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાંચે મોલવીની કઠોર ગામમાંથી ધરપકડ કરી હતી. જેમાં આરોપી મોલવીના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મહંમદ સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળની શેહનાઝ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં હતો.
લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતની ચોક બજારમાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી અને મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે નેશનલ ઈન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ IBની ટીમ પણ જોડાઈ હતી .આ તપાસ એજન્સીઓએ મૌલવીના કઠોર ખાતેના તેના ઘરે તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યાં લગભગ એકથી દોઢ કલાક તપાસ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. મૌલવી પાસે જે જે સંદિગ્ધ કડીઓ હાથ લાગી છે અને તપાસમાં જે દસ્તાવેજો હાથ લાગ્યા છે તેના પરથી કહી શકાય કે લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેકશનના કારણે રડાર પર છે.