તમે તેને જીતવા દઈ જ ન શકો : નહીં તો ખતરામાં આવી જશો : આ સાથે બાયડેને G-20 અંગે ભારતની પ્રશંસા કરી

ન્યૂયોર્ક: પોતાને ફરી નિર્વાચિત કરવા માટે ભારપૂર્વક નિવેદન કરતાં અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે, ભારતમાં યોજાયેલી જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ઉપસ્થિત તમામ અગ્રણીઓએ મને કહ્યું કે, ગમે તે થાય ૨૦૨૪માં ટ્રમ્પને વિજયી થવા ન દેતા, નહીં તો વિશ્વની લોકશાહીઓ ખતરામાં આવી જશે.

ગુરૂવારે રાત્રે ન્યૂયોર્કમાં યોજાયેલી ડેમોક્રેટિક પાર્ટીની ફંડ રેઝિંગ સભામાં બોલતાં પ્રમુખ બાયડેને કહ્યું હતું કે, આ નેતાઓ તો સ્પષ્ટ રીતે માને છે કે, તેઓની લોકશાહીઓ ખતરામાં આવી પડશે.

આ સભા સમયે અમેરિકાના પૂર્વ ડેમોક્રેટ પ્રમુખ બિલ-ક્લિન્ટન અને બારાક ઓબામા પણ ઉપસ્થિત હતા. જો બાયડેને ડોનાલ્ડ ટ્રમ્પના જ શબ્દો ટાંકતાં કહ્યું ઃ તેવો કહે છે કે જો આ (નવેમ્બર)ની ચૂંટણી નહીં જીતું તો અમેરિકામાં લોહીની નદીઓ વહેશે…તેને થયું છે શું ? આ હું ઘણી ગંભીર રીતે કહી રહ્યો છું, તેટલું જ નહીં પરંતુ તેથી તો હું સૌથી વધુ સચિંત છું.

બાયડેને વધુમાં કહ્યું ભારતમાં જ્યારે જી-૨૦ પરિષદ યોજાઈ ત્યારે ઘણા દેશોના વડાઓ ઉપસ્થિત હતા. હું આ અંગે અતિશયોક્તિ નથી કરતો કે જ્યારે હું કહું છું અને તે પણ પ્રેસની સમક્ષ કહું છું ત્યારે હું કોઈનાં નામ નથી આપતો પરંતુ તેઓ મારા ખભા ઉપર હાથ મુકીને કહેતા હતા કે તમે ટ્રમ્પને વિજયી થવા ન દેતા.

૮૧ વર્ષના બાયડેનની સામે ૭૦ વર્ષના ટ્રમ્પ પ્રમુખ પદની ચૂંટણીમાં ઊભા છે. બંને વચ્ચે રસાકસી ચાલે છે.

બાયડેને કહ્યું કે ટ્રમ્પ કહે છે નાટોમાંથી ખસી જવું જોઈએ અને પુતિનને જેમ કરવું હોય તેમ કરવા દેવું જોઈએ. જુવો, પુતિને શું કર્યું છે. આપણે ઇતિહાસના ત્રિભેટે આવી ઊભા છીએ. પરિસ્થિતિ પલટાઈ રહી છે. તે કહે છે, ગ્લોબલ વોર્મિંગ જેવું કશું જ નથી તે અમેરિકાના શું પસંદ કરવું અને શું ન કરવું તેવા અધિકારો પણ ખૂંચવી લેવા માંગે છે. (પહેલાં અમેરિકા તટસ્થ રહેતું હતું તેનો નિર્દેશ કરતાં) બાયડેને વધુમાં કહ્યું તે વાતો તો હવે ઘણી જૂની થઈ ગઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *