આરોપી સોહેલ અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર
હિન્દુ નેતાઓની હત્યા કરવાનું હતું ષડયંત્ર હતુ
આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી
સુરતમાં આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં આરોપી સોહેલ અબુબકર ટિમોલના રિમાન્ડ મંજૂર થતા હવે મોટો ખુલાસા થઇ શકે છે. તેમજ હિન્દુ નેતાઓની હત્યા કરવાનું ષડયંત્ર પણ બહાર આવી શકે છે. આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
ઉપદેશ રાણા સહિતની હત્યાનું કાવતરુ ઘડ્યું
ઉપદેશ રાણા સહિતની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. જેમાં ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમાં ઉપદેશ રાણાએ સુરત પોલીસમાં ફરિયાદ કરી હતી. સુરતમાંથી પકડાયેલ મૌલવી મામલે સુરત કોર્ટે મૌલવી સોહેલ અબુબકર ટિમોલના રિમાન્ડ મંજુર કર્યા છે. જેમાં કોર્ટે દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સુરત DCB પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મૌલવીએ ‘આમીલ ‘ ની પદવી મેળવી પણ છે.
પાકિસ્તાન અને શહેનાઝ સાથે સંપર્કમાં હતો
પાકિસ્તાન અને શહેનાઝ સાથે સંપર્કમાં હતો. પાકિસ્તાનના હેન્ડલર સાથે મૌલવી સંપર્કમાં હતો. હિન્દુવાદી નેતા રાજા સિંહ તથા નુપુર શર્મા સહિત અન્ય લોકો ટાર્ગેટ પર હતા. સુરતમાં શનિવારે એક મૌલવીની એક હિન્દુ સંગઠનના નેતાની હત્યા સહિતની અન્ય ઘટનાઓના ષડયંત્ર બનાવવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. સુરતના પોલીસ અધિકારી અનુપમ સિંહ ગેહલોતે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મૌલવી સોહેલ અબુબક્ર તિમોલ (27) તરીકે જણાવી છે. જે એક દોરા ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે મુસ્લિમ બાળકોને ઇસ્લામ પર ખાનગી ટ્યૂશન આપતો હતો.