– વાણીની કારકિર્દી લગભગ ખતમ મનાય છે
– અપારશક્તિ ખુરાના અને પરેશ રાવલ સહકલાકારો, સંપૂર્ણ કોમેડી ફિલ્મ હશે
મુંબઇ : યશરાજ જેવાં મોટાં બેનરની માનીતી હિરોઈન હોવા છતાં બોલીવૂડમાં ખાસ ઉકાળી નહિ શકેલી વાણી કપૂર પાસે માંડ એકાદ-બે ફિલ્મ હાથ પર છે. તેને હવે ‘બદતમીઝ ગીલ’ નામની નવી ફિલ્મ મળી છે.
આ ફિલમમાં અપારશક્તિ ખુરાના વાણીના ભાઈ તથા પરેશ રાવલ પિતાની ભૂમિકામાં હશે. ફિલ્મનું શૂટિંગ યુપીના બરેલી અને બાદમાં યુકેમાં થશે. આ સંપૂર્ણપણે કોમેડી ફિલ્મ હશે.
વાણીની છેલ્લી ફિલ્મ ‘શમશેરા’ ફલોપ ગઈ હતી. હવે તે ‘ખેલ ખેલ મેં’ તથા ‘રેઈડ ટૂ’ જેવી ફિલ્મોમાં દેખાવાની છે.
આશરે દસ વર્ષની કારકિર્દીમાં વાણીને ક્યારેય કોઈ યાદગાર રોલ મળ્યો નથી. જોકે, આ ફિલ્મમાં સમગ્ર વાર્તાના કેન્દ્રસ્થાને તે હશે એટલે તેના માટે આ મોટી તક ગણાય છે.