અર્ચના પુરણ સિંહ અને કીકુ શારદાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. કપિલનો શો બંધ થવા જઈ રહ્યો છે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ની નેટફ્લિક્સ પર શાનદાર શરૂઆત થઈ હતી.
આ શોની નવી સીઝનનો સેટ ખૂબ જ ભવ્ય હતો, તે જોતા સેટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કપિલ શર્માની સાથે તેના જૂના સાથીદારો કીકુ શારદા, સુનીલ ગ્રોવર, રાજીવ ઠાકુર, અર્ચના પુરણ સિંહ અને કૃષ્ણા અભિષેક નવી સીઝનનો ભાગ બન્યા. સુનીલ અને કપિલની લડાઈનો પણ નવા શો સાથે અંત આવ્યો હતો.6 વર્ષ પછી બંને ફરી સાથે આવ્યા.
આ વખતે કપિલે તે કર્યું જે અત્યાર સુધી કોઈ હોસ્ટ કરી શક્યું નથી. કપિલે બોલિવૂડ પરફેક્શનિસ્ટ આમિર ખાનને તેના શોમાં બોલાવ્યો હતો. કપિલના શોમાં આમિર ખાન એટલા માટે આવ્યો કારણ કે જ્યારે આમિરનો મુશ્કેલ સમય ચાલી રહ્યો હતો ત્યારે તે કપિલ શર્મા શો જોઈને પોતાનું મનોરંજન કરતો હતો.
જે એપિસોડમાં આમિર દેખાયો હતો તેને સૌથી વધુ વ્યુઅરશિપ મળી હતી અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો. માત્ર એક કે બે એપિસોડ પછી આ શો ગ્લોબલી હિટ થયો હતો.
ગયા અઠવાડિયે નેટફ્લિક્સ દ્વારા ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ની સક્સેસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બધું જોઈને મને લાગ્યું કે ,કપિલે OTT પર આવીને સાચો નિર્ણય લીધો છે. પરંતુ જ્યારે શો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે એક મોટો આંચકો લાગ્યો હતો.
કઈ ભૂલો પડી મોંઘી ?
ઈતિહાસમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો બનવા જઈ રહ્યો છે કે કોઈ સુપરહિટ ટીવી શો બે મહિનામાં બંધ થઈ જશે. શો બંધ થવાનું સૌથી મોટું કારણ દર્શકોની સંખ્યા એટલેકે વ્યૂઅરશીપ છે. OTT સબસ્ક્રિપ્શન નથી તેઓ શો સાથે કનેક્ટ નથી થઈ શક્યા. અગાઉ આ શો ટીવી પર આવતો હતો જેથી ગામડાથી લઈને શહેરમાં વૃદ્ધ અને યુવાન દરેક તેને જોઈ શકતા હતા પરંતુ OTT પર આવવાથી શોના અડધાથી વધુ દર્શકો ઘટી ગયા છે. પ્રેક્ષકોનો પણ મત છે કે ટીવી પર શો જોવાનો જેટલો આનંદ મળતો હતો તેટલો ઓટીટી પર નથી મળી રહ્યો.
આ સિવાય નવી સિઝનમાં કપિલ પાસેથી નવા પંચ અને વધુ સારા વન-લાઈનરની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ શોમાં કંઈ નવું જોવા મળ્યું ન હતું. દર વખતની જેમ હાસ્ય કલાકાર ફીમેલ ફોકસ જોક્સ સાથે જ જોવા મળ્યો હતો. ચાહકોને નવી સીઝનમાં કેટલાક ફની સેગમેન્ટ્સની કમી જોવા મળી હતી જેમકે પોસ્ટનું પોસ્ટમોર્ટમ જોઈને લોકો ખૂબ હસતા હતા.
કપિલની સાથે દર્શકોએ પણ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’માં સુમોના ચક્રવર્તીની ગેરહાજરી અનુભવી હતી. વર્ષોથી લોકો શોમાં કપિલ અને સુમોનાની ખાટી-મીઠી મજાકને પસંદ કરતા આવ્યા છે પરંતુ આ સિઝનમાં સુમોના કપિલ સાથે ન આવતા જોડી અને હાસ્યનો ડોઝ અધૂરો લાગતો હતો. અમુક કિસ્સામાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, કપિલ અને તેની ટીમ જૂના કોમેડી મસાલાને નવા પેકેટમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેથી જ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’ લોકોની અપેક્ષાઓ પર ખરો નથી ઉતર્યો.
શોના ઈતિહાસમાં પહેલી વખત કપિલનો શો બે મહિનાથી યોગ્ય રીતે નથી ચાલી રહ્યો. કીકુ શારદાએ હાલમાં કહ્યું હતું કે તે નવી સીઝન માટે ટૂંક સમયમાં પરત ફરશે. હવે અપેક્ષા છે કે આ વખતે કપિલ તાજેતરમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. જોકે આ બધું માત્ર માન-અનુમાન છે અને શો બંધ થવાનું સાચું કારણ તો માત્ર મેકર્સ જ જણાવી શકે છે.