– મનોજની ભૈયાજી ફિલ્મની સહનિર્માતા બનશે
– નેહા નામથી કરીબ અને ફિઝા સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું
મુંબઇ : નેહાના નામથી સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી તથા એક્ટર મનોજ વાજપેયીની પત્ની શબાના રઝા ગ્લેમર વર્લ્ડમાં પુનરાગમન કરી રહી છે. જોકે, તે એકટ્રેસ નહીં પરંતુ નિર્માતા તરીકે ફરી ફિલ્મી દુનિયા સાથે નાતો જોડી રહી છે.
શબાના પતિ મનોજ વાજપેયીની ‘ભૈયાજી’ ફિલ્મની સહ-નિર્માતા બનશે. મનોજ અને શબાના વિક્રમ ખાખર સાથે મળીને પોતાનું પ્રોડકશન હાઉસ લોન્ચ કર્યું છે.’ભૈયાજી’ આ પ્રોડક્શન હાઉસની પહેલી કંપની બનશે.
શબાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત વિધુ વિનોદ ચોપરાની ૧૯૯૮ની ફિલ્મ ‘કરીબ’માં બોબી દેઓલ ની હિરોઈન તરીકે કરી હતી. ‘ફિઝા’ ફિલ્મમાં તે હૃતિકની હિરોઈન બની હતી. અજય દેવગણ સાથેની ફિલ્મ ‘હોગી પ્યાર કી જીત’ પણ તેની એક હીટ ફિલમ ગણાય છે.
જોકે, ૨૦૦૬માં મનોજ વાજપેયી સાથે લગ્નમ બાદ તેણે ફિલ્મની દુનિયાથી છેડો ફાડી લીધો હતો. મનોજ અવારનવાર પત્ની તથા પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે.