Image Envato 

એક કંપનીમાં છેલ્લા 68 વર્ષથી કામ કરી રહી રહેલી મહિલાને માત્ર 2 દિવસની નોટીસ આપીને કંપનીમાંથી કાઢી મુકવામાં આવી છે. આ મહિલા એક જૂતાની બ્રાન્ડ માટે કામ કરતી હતી. તે લગભગ સાત દાયકાથી એક જ જગ્યાએ કામ કરી રહ્યી છે. આ મહિલાનું કહેવું છે કે, મારું આખું જીવન મેં આ કંપની માટે વિતાવ્યું. પરંતુ તેનું પરિણામ બિલકુલ યોગ્ય નથી. જીલ કોર્નિક નામની મહિલા બ્રાન્ડના જૂતાની દુકાનમાં કામ કરતી હતી. જે બ્રિટનમાં ખૂબ ફેમસ છે. તેણે 1956માં જ્યારે સ્ટોર માટે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર 14 વર્ષની હતી.

છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો વિદાય આપવા આવી પહોચ્યા

તે પછી તે સતત 68 વર્ષ સુધી તે દરરોજ અહીં આવતી હતી. ત્યાં સુધી કે તેણે નોકરી સંબંધિત તાલીમ અભ્યાસક્રમમાં હાજરી આપવા માટે 1969માં તેમનું હનીમૂન પણ કેન્સલ કર્યું હતું. 1975માં પુત્રનો જન્મ થયો ત્યારે તેનો ઉછેર પણ દુકાનમાં થયો હતો. પરંતુ આ અઠવાડિયે જીલ સાથે કાંઈક એવુ બન્યું કે, જેની તેણે ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. એક અહેવાલ મુજબ, સ્ટોર દ્વારા તેને તરત જ બંધ કરી દેવામાં આવી હતી. દુકાનમાં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો વિદાય આપવા આવી પહોચ્યા હતા. આટલા વર્ષો સુધી લોકોની સેવા કરવા બદલ સ્થાનિકોએ જીલને ફૂલ અને ચોકલેટ આપી. જીલ કહે છે, ‘અમને ગયા ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે,સોમવારે સ્ટોર બંધ થઈ રહ્યો છે, આ સાંભળીને દરેકને આધાત લાગ્યો હતો. 

હવે મારે નોકરી માટે ટ્રાવેલ કરવાની જરુર નહીં રહે: જીલ

વધુ વાત કરતાં જીલ કહે છે કે, ‘મેં 1956માં શરૂઆત કરી ત્યારથી હું આજ દુકાનમાં કામ કરું છું. હું મારી જાત માટે સારું અનુભવી રહી હતી, અને આશા રાખી રહી હતી કે, સેવાનિવૃત્ત થતાં પહેલાં થોડા વધુ વર્ષો સુધી આ નોકરી કરવાનું ચાલુ રાખીશ. ખરેખર આ એક શરમજનક વાત છે. સોમવારનો દિવસ યાદ રહેશે. મારી પાસે ઘણા ફૂલો અને ચોકલેટ લઈને આવ્યા હતા. મેં ઘણા વર્ષો સુધી ગ્રાહકોને મદદ કરી છે અને કેટલાક લોકો તો રીતસરની રડી પડ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં તો મેં એક જ પરિવારની ચાર પેઢીઓને તેમના જૂતાની સાઈઝ માપવા માટે મદદ કરી હતી. મને લાગે છે કે, હવે હું આરામ કરીશ અને હવે બીચ પર વધારે જઈશ. હવે મારે નોકરી માટે ટ્રાવેલ કરવાની જરુર નહીં રહે. હું ચેરિટીમાં અથવા અન્ય કોઈ કામ કરીશ. 

જીલના પતિ ડેવિડનું વર્ષ 2016માં અવસાન થયું હતું

82 વર્ષીય જીલના પતિ ડેવિડનું વર્ષ 2016માં અવસાન થયું હતું. તેણે આટલા વર્ષોમાં ક્યારેક બીમારીની રજા લીધી હતી. કોરોના વાયરસમાં લોકડાઉન દરમિયાન 2020માં ત્રણ મહિનાની રજા પર હતી. ક્લાર્કના પ્રવક્તાનું કહેવું છે કે, ‘અમે તમામ સભ્યોને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરવા માટે તેમના યોગદાન અને પ્રતિબદ્ધતા માટે બ્લેન્ડફોર્ડ ફોરમ સ્ટોર ટીમનો નિષ્ઠાપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ કરીને જીલ માટે જેમની 68 વર્ષની સેવા અને અમારા ગ્રાહકો પ્રત્યેનું સમર્પણ ક્લાર્કમાં દરેક વ્યક્તિ દ્વારા ખૂબ મૂલ્યવાન છે. અમે જીલને શુભેચ્છા પાઠવીએ છીએ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *