Image Twitter 

The Great Indian Kapil Show: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન જ્યારે કોમેડી કિંગ કપિલ શર્માના શોમાં આવ્યા ત્યારે તેણે અનેક મુદ્દાઓ પર વાત કરી. આમિરખાન અને કપિલ શર્મા વાત કરી રહ્યા હતા ત્યારે કોમેડી કિંગે તેમની વાતચીતમાં પંજાબનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેના પર કપિલ શર્માને અટકાવતા આમિર ખાને કહ્યું કે તમે પંજાબ કહ્યું… મને મજા આવી ગઈ. તે પછી આમિર ખાને ફિલ્મ દંગલના શૂટિંગ દરમિયાન બનેલી એક ઘટના સંભળાવી કે, કેવી રીતે તે શૂટિંગ માટે પંજાબ જતો હતો ત્યારે લોકો તેમના દરવાજા પર ઉભા રહીને હાથ જોડીને નમસ્તે કરતાં હતા. આમિર ખાને કહ્યું કે,આ ફિલ્મના શૂટિંગનો તેમનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો હતો.

દોઢ મહિના સુધી ચાલ્યો હતો આ ક્રમ

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ પર આમિર ખાને જણાવ્યું કે,  ફિલ્મ ‘દંગલ’ નું શૂટિંગ પંજાબમાં થયું હતું, અને આ દરમિયાન તેનો અનુભવ ઘણો જ અદ્ભુત રહ્યો હતો. કપિલ શર્માએ જણાવ્યું કે કેવી રીતે વહેલી સવારના તડકામાં શૂટિંગ થતું હતું, જ્યારે તે શૂટિંગ માટે જતા હતાં ત્યારે દરેક ઘરોના દરવાજા પર લોકો ઉભા રહીને હાથ જોડીને અભિવાદન કરતા હતા. કપિલ શર્માએ જણાવ્યું કે, આ તેમનું રોજની દિનચર્યા હતી કે, જ્યારે તે શૂટ માટે જતા ત્યારે બધા તેમને હાથ જોડીને અભિવાદન કરતા અને જ્યારે તે રાત્રે પાછો ફરતા ત્યારે લોકો તેને હાથ જોડીને ગુડ નાઈટ કરતાં હતા. 

આમિરને સમજાઈ નમસ્કારની તાકાત

આમિર ખાને કહ્યું કે, ત્યાંના લોકો ખૂબ જ પ્રેમાળ છે કે તેમના વિશે હું શું કહું. આમિર ખાને ઓડિયન્સમાં બેઠેલા કેટલાક સરદારોને કહ્યું કે તમે લોકો બહુ સારા છો. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફેમ એક્ટરએ કહ્યું કે, એ લોકોએ મને ક્યારેય હેરાન નથી કર્યો અને ન તો કોઈ પ્રકારનો પ્રોબલેમ ઉભો કર્યો. સવારે શૂટ માટે જતી વખતે તે તેના દરવાજે ઉભા રહીને મને શુભેચ્છા પાઠવતા અને પછી રાત્રે શૂટમાંથી પાછા ફરતો તે વખતે હાથ જોડીને મને શુભ રાત્રી કહેતા હતા. આમિર ખાને કહ્યું કે, હું એક  મુસ્લિમ હોવાના કારણે મને હાથ જોડવાની આદત નહોતી. મને હાથ ઉંચો કરીને સલામ કરવાની આદત છે. પરંતુ એ દોઢ મહિનાના શૂટમાં મને હાથ જોડવાની તાકાત સમજાઈ ગઈ. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *