Image Twitter
Aarti Singh’s wedding: આરતી સિંહને તેના સપનાનો રાજકુમાર મળી ગયો છે. 25 એપ્રિલે અભિનેત્રીએ બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્નના અતૂટ બંધનમાં જોડાઈ. આરતી-દીપકના લગ્નમાં ઘણા મોટા સેલેબ્સ આ નવા પરણેલા કપલને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા. ગોવિંદા પણ આરતીના લગ્નમાં પહોંચ્યો હતો અને તેણે તેમની ભાણીને આશીર્વાદ આપ્યા. આ લગ્ન સાથે કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચેની 8 વર્ષ જૂની ખટરાગ પણ સમાપ્ત થઈ ગઈ છે.
ગોવિંદાએ પુરી કરી મામાની ફરજ
બહેનના લગ્નમાં મામા ગોવિંદાને જોઈને ક્રિષ્ના ભાવુક થઈ ગઈ હતી. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે આખી ક્ષણને થોડા શબ્દોમાં વર્ણવવાનો પ્રયાસ કર્યો.ક્રિષ્નાએ કહ્યું- મને અંદરથી એક ગજબની ફીલિંગ આવી હતી કે, આરતીના લગ્નમાં ચીચી મામા ચોક્કસ આવશે, કારણ કે તે અમને ખૂબ પ્રેમ કરે છે. તેમની સાથે જે પણ અણબનાવ હતો, તે બધા આરતીના લગ્નમાં ખતમ થઈ ગયા. તે અમારા માટે પિતા સમાન છે, તેઓએ બાળપણથી જ અમારા બધાનું ધ્યાન રાખ્યું છે.
તેમણે કહ્યું કે, લગ્નમાં તેમના આવવાથી એવું લાગે છે, અમારો પરિવાર પુરો થઈ ગયો. તેમણે ત્યાં આવીને પિતાની કમી પૂરી કરી દીધી. આરતીને લગ્નના પહેરવેશમાં જોઈને મામાની આંખોમાં આંસુ આવી ગયા. 6-7 વર્ષમાં મે તેને પહેલી વાર જોયો. હું તેમના ચરણ સ્પર્શપગને સ્પર્શ કર્યો, મને અભિનંદન આપ્યા. તેઓ બાળકોને પણ મળ્યા અને આશીર્વાદ આપ્યા.
મામી સાથે નારાજગીનું સમાધાન કરવા માંગે છે ક્રિષ્ના
કોમેડિયને વધુમાં કહ્યું કે ‘જો તેઓ થોડો વધુ સમય રોકાયો હોત, તો અમે બધા રડવા લાગ્યા હોત અને તેઓ પણ રડી પડત. તેમની સાથે અમારી વધારે વાત નહોતી થઈ, કારણ કે તેમને બીજે ક્યાક જવાનું હતું. કૃષ્ણાએ કહ્યું કે, યશ સાથે મામા આખી સાંજ સુધી લગ્નમાં રહ્યા. ઈચ્છા હતી કે, મામી સુનીતા અને ટીના પણ આવ્યા હોત તો વધુ ગમત. પણ વાંધો નહીં, મામા આવ્યા, એટલે કમ સે કમ હવે એક શરૂઆત તો થઈ.
એક દિવસ હું તેમને મળવા જઈશ : ક્રિષ્ના
‘હવે એક દિવસ હું તેમને મળવા જઈશ. હું તેમની ઠપકો અને ડંડા ખાવા માટે તૈયાર રહીશ. હું કહીશ, તમારે જે કહેવું હોય તે કહી લો, પરંતુ હવે ઘણું થયું. આરતીના લગ્નથી કૃષ્ણા અભિષેક અને ગોવિંદાના સંબંધોમાં નવો વળાંક આવ્યો છે. હવે દરેકને એવી ઈચ્છા છે કે, મામા- ભાણાની જોડી ફરી એકસાથે જોવા મળે તેની રાહ જોઈ રહ્યા છે. જોઈએ કે ફેન્સની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે.