Tarak Mehta and Sodhi News | તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં અગાઉ સોઢીની ભૂમિકા ભજવી ચૂકેલા કલાકાર ગુરુચરણ સિંહ ચાર દિવસથી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગુરુચરણ સિંહના પિતાએ પાલમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહ્યું છે કે તેમનો પુત્ર 22મી એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો પણ ત્યાં પહોંચ્યો ન હતો. હવે આ મામલે પોલીસમાં IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધવામાં આવી છે.
ક્યાંથી ગુમ થયાની ફરિયાદ… ?
ગુરૂચરણ સિંહ હાસ્ય સીરિયલમાં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવતા હતા. તે દિલ્હી એરપોર્ટથી ગુમ થયા હતા તેવું કહેવામાં આવે છે. આ અભિનેતાએ 2020માં સિરિયલ છોડી દીધી હતી. હવે તેમના ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ થતાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.