Image: Facebook

Arti Singh Wedding: કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહના લગ્નમાં ગોવિંદાના અચાનક પહોંચવાના કારણે ચાહકો સિવાય તેના સગા-વ્હાલાઓ પણ ચોંકી ગયા છે. ચીચી મામાનું લગ્નમાં સામેલ થવુ 8 વર્ષથી ચાલી રહેલા મામા-ભાણિયાના વિવાદનો અંત માનવામાં આવી રહ્યો છે. મામાની તરફથી તો તમામ મતભેદ પૂરા થઈ ગયા છે પરંતુ મામી સુનીતાની ગેરહાજરી તમામના ધ્યાનમાં આવી છે. 8 વર્ષ પહેલા આ વિવાદ કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહ અને ગોવિંદાની પત્ની સુનીતા આહુજાની વચ્ચે વાગ્યુદ્ધ બાદ શરૂ થયો જે બાદમાં વધતો ગયો અને સંબંધમાં તિરાડ પડી ગઈ. આરતીના લગ્નમાં મામા ગોવિંદા સામેલ થયા તો કાશ્મીરાએ તેમના ચરણ સ્પર્શ કર્યા અને માફી પણ માગી.

કાશ્મીરા શાહે ગોવિંદા સમક્ષ આવતા જ ગુસ્સો ભૂલીને તેમના પ્રેમને દુનિયાની સામે વ્યક્ત કર્યો. તેણે મામી સુનીતાની લગ્નમાં ગેરહાજરીને લઈને વાત કરી, કાશ્મીરાએ પોતાની મામી સાસુને ‘અલ્ફા’ વુમન ગણાવતા કહ્યું કે તેને ખબર હતી કે તે લગ્નમાં સામેલ થશે નહીં. 

કાશ્મીરાએ કહ્યું કે તેને ખુશી છે કે મામા ગોવિંદા લગ્નમાં સામેલ થયા. કાશ્મીરાએ જણાવ્યુ કે એન્ટ્રી ગેટ પર મહેમાનોનું સ્વાગત કરવા માટે તે એકલી હતી અને કૃષ્ણા આરતીની સાથે સ્ટેજ પર હતો. જ્યારે ગોવિંદા મામા વેન્યૂ પર પહોંચ્યા તો પહેલા તેને વિશ્વાસ થયો નહીં પરંતુ પછી તે તેને મળી અને તાત્કાલિક નમીને નમસ્તે કર્યું. તે પોતાની સાથે સ્ટેજ પર લઈ ગઈ. 

મામાના ચરણ સ્પર્શ કર્યા, મળ્યા આશીર્વાદ

કાશ્મીરાએ કહ્યુ જ્યારે તે તેમના ચરણ સ્પર્શ કરવા નીચે ઝૂકી તો ગોવિંદાએ તેને રોકી અને કહ્યુ, જીવતા રહો, ખુશ રહો. આ માફી છે. તેણે પોતાના છ વર્ષના જોડિયા બાળકોને પણ ગોવિંદા મામા સાથે મુલાકાત કરાવી. એક્ટરે તેમને ગળે લગાવ્યા અને આશીર્વાદ આપ્યા, જેનાથી કાશ્મીરા ભાવુક થઈ ગઈ. 

લગ્નમાં ગોવિંદા તો સામેલ થયો પરંતુ તેની પત્ની સુનીતા આહુજા આ સમારોહથી ગાયબ રહી. કાશ્મીરાએ કહ્યુ, મને આશા નહોતી. તેમનો ગુસ્સો વાજબી છે. તે મામી સુનીતાની સાથે પોતાના મુદ્દાને બાદમાં ઉકેલી લેશે. કાશ્મીરાએ સુનીતાને અલ્ફા વુમન ગણાવી. કાશ્મીરાએ એ પણ સંકેત આપ્યા કે સુનીતા 2018ની ટ્વીટ ઘટનાના કારણે નારાજ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *