– છ મહિનાથી નવી તારીખો જાહેર થાય છે

– ચૂંટણીઓ પૂર્ણ થાય તે પછી આગામી જૂનના અંતમાં રીલિઝ કરવાની નવી જાહેરાત

મુંબઈ: પ્રભાસની ‘આદિપુરુષ’ની રીલિઝ વારંવાર ઠેલાઈ હતી. હવે એ જ હાલ તેના દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ‘કલ્કિ એડી ૨૮૯૮’ના થઈ રહ્યા છે. આ ફિલ્મ ઠેલાતી ઠેલાતી હવે જૂન માસના અંતમાં રીલિઝ થવાની છે. 

આ સાઈફાઈ ફિલ્મનો પ્રોજેક્ટ શરુ થયો તે પછી તેને વારંવાર વિધ્નો નડતાં રહ્યાં છે. તેના કારણે ફિલ્મનું બજેટ પણ ોવરશૂટ થઈ ચૂક્યું છે. અગાઉ દીપિકા પાદુકોણની બીમારી તથા તે પછી અમિતાભ બચ્ચનને સેટ પર નડેલા અકસ્માતના કારણે ફિલ્મનું ઓરિજિનલ શિડયૂલ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મૂળ આયોજન પ્રમાણે આ ફિલ્મ ૨૦૨૩ના અંત સુધીમાં રીલિઝ કરી દેવાની ધારણા હતી. પણ અનેક વિલંબ બાદ જાન્યુઆરી પછી એપ્રિલ પછી મે અને હવે જૂન માસમાં ફિલમ રીલિઝ કરી દેવાનું જાહેર કરાયું છે. અગાઉ એપ્રિલ કે મે માસમાં પણ રીલિઝનું વિચારાયું હતું પરંતુ ખાસ કરીને આંધ્ર પ્રદેશ તથા તેલંગણામાં ઈલેક્શન સીઝન ટાણે ફિલ્મ રીલિઝ કરવાથી ઓડિયન્સ નહિ આવે તેવી ગણતરીથી તે વધારે પાછળ ઠેલાઈ હતી. 

ફિલ્મમાં અમિતાભનો અશ્વત્થામા તરીકેનો લૂક તાજેતરમાં જ રીલિઝ કરાયો છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *