Image Source: Instagram
Rajat Patidar Marriage Story: રજત પાટીદાર IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. ગત સિઝન એટલે કે 2023ની IPLમાં પાટીદાર ઈજાના કારણે બહાર હતો. IPL 2024ની પ્રથમ કેટલીક મેચોમાં પાટીદારની બેટ ન ચાલી. પરંતુ ધીમે-ધીમે તે ફોર્મમાં આવ્યો અને અત્યાર સુધીમાં તેણે 3 અડધી સદી ફટકારી દીધી છે.
હૈદરાબાદ સામે રમાયેલી છેલ્લી મેચમાં પાટીદેર 19 બોલમાં તાબડતોડ ફિફ્ટી ફટકારી હતી. પરંતુ આ બધાથી અલગ અમે તમને પાટીદારનો એક દિલચસ્પ કિસ્સો જણાવીશું કે કેવી રીતે IPLએ તેમના લગ્ન અટકાવી દીધા હતા.
લગ્ન માટે હોટલ પણ બુક થઈ ગઈ હતી
પાટીદારને IPL 2022માં થયેલા મેગા ઓક્શન માટે કોઈ ખરીદદાર નહોતો મળ્યો. આ કારણે પાટીદારનું દિલ તૂટી ગયુ હતું. ત્યારબાદ તેણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. અહેવાલ પ્રમાણે રજતના પિતા મનોહર પાટીદારે મે 2022માં તેના લગ્ન નક્કી કરી દીધા હતા. 9 મે ના રોજ રતલામની છોકરી સાથે તે લગ્નના બંધનમાં બંધાવાનો હતો. લગ્ન માટે હોટલ પણ બુક થઈ ગઈ હતી.
IPL માટે રોકવા પડ્યા લગ્ન
પરંતુ તે પહેલા IPLએ તેના લગ્ન રોકી દીધા હતા. રજતના લગ્ન પહેલા 2022ની સિઝનમાં બેંગ્લોરનો ખેલાડી લવનીત સિસોઢિયા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તેના રિપ્લેસમેન્ટ પર પાટીદારને બોલાવવામાં આવ્યો હતો. બેંગ્લોરમાંથી તેને બોલાવ્યા બાદ પાટીદાર ખુશીથી નાચી ઉઠ્યો હતો અને ત્યારબાદ તેણે પોતાના લગ્ન રોકી દીધા હતા. આમ IPL માટે પાટીદારના લગ્ન રોકવા પડ્યા હતા.