Image Source: Instagram

T20 World Cup 2024: થોડા જ દિવસોમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ટી20 વર્લ્ડ કપ ટીમ જાહેર થઈ જશે. 2013માં અંતિમ વખત ICC ટ્રોફી જીતનારી ટીમ માટે 2024નો ટી20 વર્લ્ડ કપ રોહિત શર્મા અને તેની ટીમ માટે જીત માટેની એક શાનદાર તક છે. અનેક એક્સપર્ટસ તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે કે, પ્લેઈંગ 11ની ભારતીય ટીમ કેવી હોવી જોઈએ. બે ખેલાડીઓ માટે પણ 100% સહમતિ છે જેણે પ્લેઈંગ ઈલેવનમાં હોવું જોઈએ તે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ છે.

શિવમ દૂબે માટે કોહલીએ ત્રણ નંબરનું સ્થાન આપી દેવું જોઈએ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે વિરાટ કોહલીના બેટિંગ ક્રમ માટે એક રસપ્રદ સલાહ આપી છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ભારત માટે ઓપનિંગ કરવી જોઈએ અને શિવમ દૂબેએ ત્રીજા નંબર પર આવું જોઈએ. 

હરભજન સિંહે વિરાટ કોહલીને સ્થાન છોડવાનું કારણ પણ જણાવ્યું

હરભજન સિંહે કહ્યું કે, હું ગ્રાઉન્ડ પર ડાભોડી-જમોણી પ્લેયરનું કોમ્બિનેશન જોવા માગીશ. જો પાવરપ્લેની 6-7 ઓવર રમાય જાય અને જો અમારી પાસે શિવમ દૂબે જેવો ખેલાડી છે તો તે નંબર 3 પર આવી શકે છે. ત્યારબાદ કોહલી 4 નંબર પર આવી શકે છે. તેમાં કોઈ અનાદર નથી. કોહલી એક મહાન ખેલાડી છે, ભલે તે નંબર 3 પર રમે કે 4 પર રમે પરંતુ ટીમ પહેલા આવે છે. જો તમે કોહલીને આ સવાલ પૂછશો તો તે પણ કહેશે કે, ટીમ પહેલા આવશે. 

નવજોત સિંહ સિદ્ધુએ આપી હતી આ સલાહ

એક અન્ય પૂર્વ ભારતીય સ્ટાર નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ અને BCCI સિલેક્ટર્સને ત્રણ સ્પિનરો અને એટલા જ શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોની પસંદગી કરવાની સલાહ આપી હતી. તેણે કહ્યું કે, રાહુલ દ્રવિડને મારી સીધી સલાહ છે કે જો તમારે આ ટૂર્નામેન્ટ જીતવી હોય તો પાંચ વિકેટ ઝડપે એવા એક્સપર્ટસ બોલરો રાખો, તે સરળ છે. એક ટીમના પાત્રનું પતન સમાધાનના મુદ્દા પરથી થાય છે. તમારી પાસે બિશ્નોઈ, કુલદીપ અને જાડેજાના રૂપમાં ત્રણ સ્પિનરો છે, જે પોતાને પસંદ કરે છે. જો મયંક યાદવ ફિટ છે તો તે આ ટીમમાં આવી શકે છે. 

તેણે કહ્યું કે, ભારત પાસે ઘણા બધા વિકલ્પો છે અને તેણે સમાધાન ન કરવું જોઈએ અને એવા ખેલાડીઓ પસંદ કરવા જોઈએ જે બેટિંગ અને બોલિંગ બંને કરી શકે. તમે બધા વિશ્વ કપ વિજેતા કેપ્ટન વિશે વિચારો, તેઓ ગુણવત્તાયુક્ત બોલિંગ વિકલ્પોને જ પસંદ કરશે. આ રહસ્ય છે. જો સાત બેટ્સમેન તમને વર્લ્ડ કપ ન જીતાવી શકે તો આઠમો બેટ્સમેન પણ કંઈ ન કરી શકે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *