Image : IANS

IPL 2024 Virat Kohli:  IPL 2024 માં 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. હૈદરાબાદ આ સિઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ પર હજુ સુધી એક પણ મેચ હાર્યું નહોતું પરંતુ આરસીબીએ તે કરી બતાવ્યું.

કોહલીએ ફટકારી અડધી સદી છતાં… 

આરસીબીએ આ મેચ 35 રને જીતી લીધી હતી. આ મેચમાં RCB તરફથી બેટિંગ કરતી વખતે વિરાટ કોહલીએ ભલે અડધી સદી ફટકારી હોય પરંતુ તેના પછી પણ તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ વિરાટની આ ઈનિંગથી નાખુશ દેખાયા હતા.

સુનીલ ગાવસ્કર વિરાટ પર ગુસ્સે થયો 

આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. RCB માટે વિરાટ કોહલીએ 51 રનની ઇનિંગ રમી હતી અને રજત પાટીદારે 50 રનની ઇનિંગ રમી હતી. રજત પાટીદારે માત્ર 20 બોલમાં 50 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીને 51 રન બનાવવામાં 41 બોલ લાગ્યા હતા.

વિરાટની ધીમી ઈનિંગથી ફેન્સ પણ નાખુશ 

વિરાટની આ ધીમી ઈનિંગથી ફેન્સ પણ નાખુશ જણાતા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે જ્યારે તમે ટીમ માટે ઓપનિંગ કરો છો અને 14મી કે 15મી ઓવરમાં આઉટ થઈ જાઓ છો પરંતુ તમારી સ્ટ્રાઈક રેટ 118 પર રહે, તો તમારી ટીમને તમારી પાસેથી આવા પ્રદર્શનની આશા નથી હોતી. 

આરસીબીને બીજી જીત મળી

આરસીબીને આ સિઝનમાં બીજી જીત મળી છે. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. RCB આ સિઝનમાં હૈદરાબાદ જેવી ખતરનાક ટીમને તેના ઘરઆંગણે હરાવનારી પ્રથમ ટીમ બની છે. આરસીબીએ 9 મેચમાં આ બીજી જીત હાંસલ કરી છે. આ પહેલા ટીમને સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે RCBના 4 પોઈન્ટ છે પરંતુ ટીમ પોઈન્ટ ટેબલમાં હજુ પણ છેલ્લા સ્થાને છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *