KKR vs PBKS: આઈપીએલના પ્લે ઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા માટે પંજાબ કિંગ્સે આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ટી- 20 મેચ જીતવી જ પડે તેમ છે. પંજાબની ટીમનો કેપ્ટન અને દિગ્ગજ બેટર ધવન ઈજામાંથી સાજો થઈ ગયો હોવાનું મનાય છે અને તે આજની મેચમાં રમે તેવી શક્યતા પ્રબળ બની છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બોલરોના કંગાળ દેખાવ
જ્યારે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બોલરોના કંગાળ દેખાવના કારણે પરેશાન જોવા મળી રહી છે. કોલકાતાના ઓસ્ટ્રેલિયન ફાસ્ટર સ્ટાર્કે નેટ્સમાં બોલિંગ નાંખી નહતી અને આ કારણે તે આજે રમશે કે કેમ તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પંજાબે આઠમાંથી માત્ર બે જ જીતી છે
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે આજે સાંજે 7.30થી મેચ શરૂ થશે. કોલકાતાની ટીમ સાતમાંથી પાંચ મેચ જીતી ચૂકી છે અને તેઓના 10 પોઈન્ટ છે. જ્યારે પંજાબની ટીમ આઠમાંથી માત્ર બેમાં જ વિજય મેળવી ચૂકી છે. તેઓને સળંગ પાંચ પરાજયની હારમાળાને અટકાવવાની આશા છે.
પંજાબ કિંગ્સના બેટ્સમેનો આશુતોષ શર્મા અને શશાંક સિંઘે ઝંઝાવાત જગાવ્યો છે. જોકે સૅમ કરન, લિવિંગસ્ટનની સાથે રોસોયુ અને પ્રભસિમનરે જવાબદારી ઉઠાવવી ૫ડશે.
અમુક પ્લેયર્સ ખૂબ જ ખર્ચાળ સાબિત થયા
નારાયણ, રસેલ અને સોલ્ટ જેવા બેટ્સમેનો કોલકાતા તરફથી ઝંઝાવાત જગાવી ચૂક્યા છે. કેપ્ટન ઐયરે પણ ફોર્મ બતાવ્યું છે. જોકે રિન્કુ સિંઘને ખાસ તક મળી શકી નથી. વેંકટેશ એયર પણ સંઘર્ષ કરી રહ્યો છે. કોલકાતાએ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જોકે તેનું ફોર્મ અત્યંત કંગાળ રહ્યું છે. હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ વિકેટ મેળવી છે, પણ તેઓ ખર્ચાળ સાબિત થયા છે. પંજાબ આજે કોલકાતાને આંચકો આપી શકે તેમ છે.
કોલકાતા (સંભવિત)
સોલ્ટ (WC), નારાયણ, રઘુવંશી, વેંકટેશ ઐયર/સુયશ શર્મા, શ્રેયસ એયર (C), રિન્ક, રસેલ, રમનદીપ, સ્ટાર્ક, ચક્રવર્થી, હર્ષિત.
પંજાબ (સંભવિત)
ધવન (C), બેરસ્ટો, પ્રભસિમરન અર્ષદીપ સમ કરત, જીતેશ (WC), લિવિંગસ્ટન, શશાંક, આશુતોષ, બ્રાર, રબાડા, હર્ષલ પટેલ.