(Photo – IANS)

Rishabh Pant, IPL 2024: દિલ્હી કેપિટલ્સની સામે ગુજરાત ટાઇટન્સની ગઈકાલની IPL 2024ની મેચમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. કાલના મેચમાં પંતે ગુજરાત ટાઇટન્સના બોલરોને હંફાવ્યા હતા. મોહિત શર્માની એક ઓવરમાં પંતે 31 રન ફટકાર્યા હતા. પંતની ઇનિંગ્સને કારણે તે મેચમાં દિલ્હીની જીતનું એક્સ ફેક્ટર બની ગયો હતો. 

T20 વર્લ્ડકપ પંતની ટિકિટ કન્ફર્મનું અનુમાન

રિષભ પંતે ગુજરાત ટાઇટન્સના મોહિત શર્માની ઇનિંગની 20મી ઓવરમાં 31 રન (2,WD,6,4,6,6,6) બનાવીને મોહિત શર્માને હંફાવ્યા હતા. પંતની આ મેચ બાદ એવું અનુમાન લગાવવામાં આવે છે કે T20 વર્લ્ડકપ 2024 માટે વિકેટકીપર તરીકે તેની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે.

પંતના 43 બોલમાં 88 રન 

પંતના આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથેના 43 બોલમાં અણનમ 88 રન તેમજ અક્ષર પટેલના 43 બોલમાં 66 રનની મદદથી દિલ્હીએ ચાર વિકેટે 224 રન ફટકાર્યા હતા. જયારે ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શને 29 બોલમાં 65 રન અને ડેવિડ મિલરે 23 બોલમાં 55 રનની ઇનિંગ્સ રમી હતી.

ગુજરાતને છ બોલમાં 19 રનની જરૂર 

ગુજરાતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી, પરંતુ રાશિદ ખાને મુકેશ કુમારની ઓવરમાં 14 રન આપ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતની ટીમ જીતશે, પરંતુ રાશિદ ખાન છેલ્લા બોલ પર મોટો શોટ રમવાનું ચૂકી ગયો.

મોહિત શર્માએ ચાર ઓવરમાં આપ્યા 73 રન 

ગુજરાત ટાઈટન્સના મોહિત શર્મા IPLના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર સાબિત થયો છે. દિલ્હી સામેની મેચમાં મોહિત શર્માએ ચાર ઓવરમાં 73 રન આપ્યા, મોહિતની બોલિંગ દરમિયાન ખેલાડીઓએ સાત સિક્સર અને ચાર ચોગ્ગા ફટકાર્યા.

છેલ્લી પાંચ ઓવરમાં પંતે કરી કમાલ 

પંતે મોહિતે નાંખેલી ઈનિંગની છેલ્લી ઓવરમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગા સાથે 31 રન લીધા હતા, જેમાં એક રન વાઈડનો પણ હતો. દિલ્હીએ આખરી પાંચ ઓવરમાં 97 રન ફટકાર્યા હતા. અક્ષર (66), પંત (88)ને અંતે ટ્રિસ્ટન સ્ટબ્સનો સાથ મળ્યો, જેણે સાત બોલમાં 26 રનની ઇનિંગ રમી. આ રીતે દિલ્હીએ 20 ઓવરમાં 224 રન બનાવ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *