DC vs GT: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) ગુજરાત ટાઇટન્સને ચાર રને હરાવ્યું હતું. દિલ્હીની જીતમાં રિષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રસિક સલામ ડારનો મોટો ફાળો હતો, જો કે દિલ્હીના ટ્રિસ્ટન સ્ટ્રબ્સે જો શાનદાર ફિલ્ડિંગ ન કરી હોત તો કદાચ મેચનું પરિણામ કઈક અલગ હોત. ટ્રિસ્ટનની ફિલ્ડિંગની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ટ્રિસ્ટને 19મી ઓવરમાં બાઉન્ડ્રી પર શાનદાર ફિલ્ડિંગ કરીને ટીમ માટે પાંચ રન બચાવ્યા હતા. આ પાંચ રન જ ગુજરાતની ટીમને મોંઘા પડ્યા અને મેચ હારી ગઈ હતી.
ફિલ્ડિંગનો શાનદાર નજારો જોવા મળ્યો
ગુજરાતની બેટિંગ દરમિયાન રસિક સલામ ડારના 19મી ઓવરના બીજો બોલ પર રાશિદ ખાને જોરદાર શોટ ફટકાર્યો હતો અને બોલ લોંગ ઓફ તરફ ગયો હતો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જશે અન છ રન મળશે, જો કે બાઉન્ડ્રી પર ઉભેલા ટ્રિસ્ટ (tristan-stubbs)ને શાનદાર ફિલ્ડિંગનો નજારો પેસ કરીને બોલને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કેચ તો ઝડપી ન શક્યો પણ બોલને બાઉન્ડ્રીની બહાર જતા અટકાવ્યો હતો અને રાશિદ ખાનને ફક્ત એક જ રનથી સંતોષ માનવો પડ્યો હતો. આમ ટ્રિસ્ટને ફિલ્ડિંગમાં પોતાની સુઝબુઝથી પાંચ રન બચાવીને ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
બેટિંગમાં પણ કમાલ કરી
ટ્રિસ્ટને બેટિંગમાં પણ કમાલ કરી હતી. તેણે માત્ર સાત બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 371.43ના સ્ટ્રાઈક રેટથી અણનમ 26 રન બનાવ્યા હતા. તેના ઓલરાઉન્ડ પ્રદર્શને મેચને ગુજરાતના મોં માંથી જીત છીનવી લીધી હતી. મેચ બાદ દક્ષિણ આફ્રિકાના યુવા ખેલાડીના આ શાનદાર પ્રદર્શનની દરેક લોકો ચર્ચા અને પ્રશંસા કરી રહ્યા છે.