(Photo – IANS)
DC vs GT: આઈપીએલની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં દિલ્હી કેપિટલ્સની ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના મોહિત શર્માએ પણ આઈપીએલ ઇતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો હતો. મોહિત એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.
મોહિત શર્માએ આઈપીએલ ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો
દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં દિલ્હી તેના હોમ ગ્રાઉન્ડ પર જીતી ગયું તો બીજી તરફ આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડી મોહિત શર્માએ આઈપીએલ ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો હતો. મોહિતે કુલ ચાર ઓવર ફેંકી, જેમાં દિલ્હીના બેટ્સમેનોએ 73 રન બનાવ્યા. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.
મોહિત શર્માએ ચાર ઓવરમાં આપ્યા 73 રન
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે મોહિત શર્માની ઇનિંગની 20મી ઓવરમાં 30 રન (2,WD,6,4,6,6,6) સાથે 1 રન વાઇડ બોલ દ્વારા બનાવીને મોહિત શર્માને હંફાવ્યા હતા. આ સાથે પંત આ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.
આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર
જયારે મોહિત શર્મામાં આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો બોલર સાબિત થયો છે. દિલ્હી સામેની મેચમાં તેણે ચાર ઓવરમાં 73 રન આપ્યા, મોહિતની બોલિંગ દરમિયાન દિલ્હીના બેટર્સએ સાત સિક્સર અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
મોહિતે 1 ઓવરમાં 31 રન આપ્યા
મોહિત શર્માની છેલ્લી ઓવરમાં રિષભ પંત સ્ટ્રાઈક પર હતો. જ્યાં મોહિત શર્માએ પંતને કુલ 31 રન આપ્યા હતા. આ ઓવરમાં રિષભ પંતે તોફાની ઇનિંગ રમી અને 30 રન બનાવ્યા, જ્યારે 1 રન વાઇડ બોલ દ્વારા આવ્યો. આ સાથે પંત આ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. જેણે 43 બોલમાં 88 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.
આ રેકોર્ડના લિસ્ટમાં અન્ય ખેલાડીઓ પણ સામેલ
મોહિત શર્મા પહેલા આ રેકોર્ડ ફાસ્ટ બોલર બસિલ થમ્પીના નામે હતો. જેણે વર્ષ 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે ચાર ઓવરમાં કુલ 70 રન આપ્યા હતા. આ યાદીમાં ત્રીજા સ્થાને યશ દયાલ છે, જેણે વર્ષ 2023માં KKR સામે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા 69 રન આપ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રીસ ટોપલેએ તેના સ્પેલમાં 68 રન આપીને ચોથા સ્થાને છે.