Image: Facebook
DC vs GT Rishabh Pant: દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત બુધવારે રાત્રે ગુજરાત ટાઈટન્સ સામે IPL 2024 ની 40મી મેચમાં ગજબના ફોર્મમાં જોવા મળ્યો. પંતે જીટી સામે જીતવા માટે ઈનિંગ રમતા 43 બોલ પર 5 ચોગ્ગા અને 8 સિક્સરની મદદથી 88 રન બનાવ્યાં. પંતે આ દરમિયાન ગુજરાતના ઝડપી બોલર મોહિત શર્માને આડે હાથ લીધો. તેણે જીટીના આ બોલરની એટલી ધોલાઈ કરી કે IPLના ઈતિહાસમાં એક મેચમાં કોઈ બેટ્સમેને કોઈ બોલરની આટલી ધોલાઈ કરી નહીં હોય. પંતે આ દરમિયાન આરસીબીના સ્ટાર બોલર વિરાટ કોહલીનો પણ રેકોર્ડ તોડ્યો.
IPL ના ઈતિહાસમાં એક મેચમાં કોઈ એક બોલર સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આ પહેલા કિંગ કોહલીના નામે હતો. વિરાટે IPL 2013માં ઉમેશ યાદવ સામે એક મેચમાં 17 બોલ પર 52 રન બનાવ્યાં હતાં. જે બાદ ઘણા બેટ્સમેનોએ એક બોલરને ટાર્ગેટ કર્યો પરંતુ કોઈ કોહલીનો રેકોર્ડ તોડી શક્યું નહીં. પરંતુ હવે 11 વર્ષ બાદ રિષભ પંતે ઈતિહાસ રચતા વિરાટ કોહલીના આ રેકોર્ડને તોડી દીધો છે. રિષભ પંતે મોહિત શર્મા સામે આ મેચમાં 18 બોલ પર 62 રન કર્યાં. હવે આ IPLના ઈતિહાસમાં કોઈ પણ બોલર સામે એક મેચમાં એક બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.
IPL મેચમાં એક બોલર સામે એક બેટ્સમેન દ્વારા સર્વાધિત રન
62(18) – રિષભ પંત v/s મોહિત શર્મા, 2024
52(17) – વિરાટ કોહલી v/s ઉમેશ યાદવ 2013
51(16) – હાશિમ અમલા v/s લાસિથ મલિંગા, 2017
48(18) – કેએલ રાહુલ v/s ડેલ સ્ટેન, 2020
47(15) – કીરોન પોલાર્ડ v/s સેમ કુરેન, 2019
47(18) – કીરોન પોલાર્ડ v/s અમિત મિશ્રા 2014
IPL મેચમાં એક બોલર સામે એક બેટ્સમેન દ્વારા સર્વાધિક સિક્સર
7 – પંત v/s મોહિત, 2024 (18 બોલ)
6 – રસેલ v/s શમી, 2017 (9 બોલ)
6 – એસ અય્યર v/s માવી, 2019 (10 બોલ)
6 – કોહલી v/s કરિઅપ્પા, 2016 (14 બોલ)
6 – રસેલ v/s બ્રાવો, 2018 (14 બોલ)
6 – પોલાર્ડ v/s એસ કુરેન, 2019 (15 બોલ)
6 – ગેલ v/s રાશિદ, 2018 (16 બોલ)
મોહિત શર્માએ આ સાથે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ નાખવાનો પણ રેકોર્ડ પોતાના નામે કર્યો. મોહિતે આ મેચમાં પોતાની 4 ઓવરના કોઠામાં કુલ 73 રન ખર્ચ કર્યાં. IPLના ઈતિહાસમાં આ પહેલા કોઈ બોલર્સે એક મેચમાં આટલા રન લૂંટાવ્યા નહોતા. આ પહેલા આ રેકોર્ડ બાસિલ થંપીના નામે હતો તેણે એક મેચમાં 70 રન ખર્ચ કર્યાં હતાં.
એક IPL મેચમાં સૌથી વધુ રન ખર્ચ કરનાર બોલર્સ
0/73 – મોહિત શર્મા v/s ડીસી*
0/70 – બાસિલ થમ્પી v/s આરસીબી
0/69 – યશ દયાલ v/s કેકેઆર
1/68 – રીસ ટોપલે v/s એસઆરએચ
0/66 – ક્વેના મફાકા v/s એસઆરએચ
1/66 – અર્શદીપ સિંહ v/s એમઆઈ
0/66 – મુજીબ જાદરાન v/s એસઆરએચ
0/66 – ઈશાંત શર્મા v/s સીએસકે