RCB vs SRH: આઈપીએલમાં ઈન ફોર્મ બેટિંગને કારણે વિક્રમોની વણઝાર સર્જી ચૂકેલી સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમ આવતીકાલે ઘરઆંગણાના મેદાન પર કંગાળ ફોર્મનો શિકાર બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru)ની ટીમ સામે ટકરાશે. આજે બંને વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે મેચ શરુ થશે.

બેંગ્લોરની ટીમને પ્લે ઓફમાં પ્રવેશવા હવે બધી મેચ જીતવી પડશે 

ડુ પ્લેસીસની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ સતત છ મેચ હારી ચૂકી છે અને તેઓને હવે પ્લે ઓફમાં પ્રવેશવાની રહી-સહી આશા જીવંત રાખવા માટે બાકીની તમામ મેચ જીતવી જ પડે તેમ છે. હૈદરાબાદની ટીમ પ્લે ઓફ તરફ આગેકૂચ કરવા માટે ઉત્સુક છે. 

સનરાઈઝર્સ હૈદરાબાદની ધમાકેદાર બેટિંગ

કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ સિઝનમાં ધમાકેદાર બેટિંગ કરી છે. ક્લાસન, હેડની સાથે અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગથી ઝંઝાવાત જગાવ્યો છે અને સિઝનમાં બબ્બેવાર આઈપીએલના ઈતિહાસના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ટીમમાં માર્કરામ અને સમદ જેવા આક્રમક બેટ્સમેનો પણ છે. જ્યારે બેંગ્લોર માટે બોલિંગ કમજોર કડી રહી છે. સિરાજ, દયાલ, ફર્ગ્યુસન, કર્ણ શર્મા તેમજ કેમેરોન ગ્રીન અને ડાગરનો દેખાવ સરેરાશ રહ્યો છે.

બેંગ્લોરની બેટિંગનો મદાર કોહલીની સાથે ડુ પ્લેસીસ, જેક્સ, પાટીદાર, ગ્રીન તેમજ પ્રભુદેસાઈ અને લોમરોર તેમજ કાર્તિક પર રહેશે. હૈદરાબાદના માર્કન્ડે, ટી. નટરાજન તેમજ શાહબાઝ અને ભુવનેશ્વર જેવા બોલરોએ પ્રભાવ પાડવો પડશે.

હૈદરાબાદ (સંભવિત) 

હેડ/સુંદર, અભિષેક શર્મા, માર્કરામ, ક્લાસેન (WK), નિતિશ રેડ્ડી, શાહબાઝ, સમદ, કમિન્સ (C), બી.કુમાર, માર્કન્ડે, નટરાજન.

બેંગાલુરુ (સંભવિત)

કોહલી, ડુ પ્લેસીસ (C), જેક્સ, પાટીદાર, ગ્રીન, પ્રભુદેસાઈ-દયાલ, લોમરોર, ડી.કાર્તિક (WK), કર્ણ શર્મા, સિરાજ, ફર્ગ્યુસન.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *