પૂર્ણીયા, ૨૩ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર 

બિહારમાં લોકસભાની પૂર્ણીયા બેઠક પર ત્રિકોણીયો જંગ જામ્યો છે. પૂર્ણીયાનાં પાંચ વાર અપક્ષ સાંસદ રહી ચુકેલા પપ્પુ યાદવ તરીકે ફેમસ રાજીવ રંજન કોેંગ્રેસમાં જોડાયા પરંતુ કોંગ્રેસના ઇન્ડિયા ગઢબંધનની ટિકિટ આરજેડીને મળતા અપક્ષ ચુંટણી લડી રહયા છે. ઇન્ડિયા ગઠબંધનમાં સાથે જોડાયેલા કોંગ્રેસ અને તેજસ્વી યાદવની આરજેડી પાર્ટીને પપ્પુ યાદવની અપક્ષ ઉમેદવારી નડી રહી છે.

સામાન્ય રીતે ઉમેદવાર વિરોધ પક્ષને મત આપજો એવું કયારેય કહેતો નથી પરંતુ બિહારના તેજસ્વી યાદવે પૂર્ણીયામાં ઇન્ડિયા ગઢબંધનના ઉમેદવાર બીમાભારતીને વિજયી બનવાની અપીલ કરી હતી. આ સાથે ઉમેર્યુ હતું કે જો ઇન્ડિયા ગઢબંધનના ઉમેદવારને વિજેતા ના બનાવો તો એનડીએના ઉમેદવારને મત આપશો. એનડીએના ઉમેદવારનું નામ તો પરંતુ નિશાન પપ્પુ યાદવ તરફ તાકયું હતું. 

નિષ્ણાતોનું માનવું છે કે તેજસ્વી યાદવ  પપ્પુ યાદવ માટે ખૂબજ નફરત ધરાવે છે. આથી ભલે વિરોધીની જીત થાય પરંતુ પૂર્ણીયામાં પપ્પુયાદવની જીત થાય તેમ ઇચ્છતા નથી. પપ્પુ યાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા પૂર્ણીયા લોકસભા બેઠકની ચુંટણી રોમાંચક બની છે. મુસ્લિમ,યાદવ, અને પછાત જાતિઓના મત આ બેઠક પર નિર્ણાયક છે. પપ્પુ યાદવ વધુ એક વાર જીતી શકે તેવા મજબૂત ઉમેદવાર છે. તે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી આરજેડીના મતો તોડી શકે છે જેનો ફાયદો એનડીએના ઉમેદવારને થશે એવું માનવામાં આવી રહયું છે.

પપ્પુ યાદવ એક સમયે આરજેડી સાથે જોડાયેલા હતા. ૨૦૧૫માં લાલુનો વિરોધ કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી ૨૦૧૫માં પપ્પુએ જન અધિકાર પાર્ટી બનાવી હતી. ૨૦૨૪માં ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો બનવા માટે પોતાની જન અધિકાર પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનિકરણ કર્યુ હતું.કોંગ્રેસ પૂર્ણીયામાંથી લોકસભા ટિકિટ આપશે એવી પપ્પુને આશા હતી પરંતુ પૂર્ણીયા ઇન્ડિયા ગઢબંધનમાં આરજેડીના ફાળે જતા પપ્પુ યાદવ જીદ કરીને ઉમેદવારી પત્ર ભર્યુ હતું કોંગ્રેસે પપ્પુની ઉમેદવારી સાથે છેડો ફાડી નાખ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *